a38d8c40 3cfe 4c8c b0c3 9cca0de42953

MXVDESI: વિદેશી ભાષાના કારણે જોવા જેવા શો નથી જોઇ શકતા તો હવે તમને સમજાય તેવી ભાષામાં ફ્રીમાં જુઓ આંતરરાષ્ટ્રીય ડબ્ડ શો

MXVDESI

બોલિવુડ ડેસ્ક,26 માર્ચઃ ઓટીટી મંચોએ દુનિયાભરમાંની કન્ટેન્ટ દર્શકો સામે રજૂ કરવા માટે આપણા રોજના મનોરંજનના શાસનમાં નવી ફ્લેવર ઉમેરી છે. આ મંચ પર ટર્કિશ, કોરિયન, રશિયન, ફ્રેન્ચ અને સ્પેનિશ દુનિયા આંગળીને ટેરવે મળવા સાથે તમે તમારી પસંદગીની સ્થાનિક ભારતીય ભાષા(MXVDESI) પણ માણી શકો છો. એમએક્સ વીદેસી(MXVDESI) દ્વારા હિંદી, તમિળ અને તેલુગુમાં ડબ કરેલા આંતરરાષ્ટ્રીય શોનો ભારતનો સૌથી વિશાળ કેટલોગ હોસ્ટ કરાશે અને આ મંચ દરેક બુધવારે એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીટ કરવા માટે નવા શોના એપિસોડ ડ્રોપ કરશે. આજે અમે ઓટીટી મંચો પર 4 અવશ્ય જોવા જેવા આંતરરાષ્ટ્રીય શો આપ્યા છે, જે હવે સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. એમએક્સ દેસી(MXVDESI) પર 2 નવા લોન્ચ કરાયેલા શોમાં ફ્રેન્ચ સિરીઝ એડ વિટેમ અને કોરિયન સિરીઝ ડો. રોમેન્ટિક સીઝન 1નો સમાવેશ થાય છે.

ADVT Dental Titanium
  1. ડો. રોમેન્ટિક સીઝન 1- ડો. રોમેન્ટિક 3 સર્જન અને તેના જીવનની વાર્તા છે. પ્રથમ વિખ્યાત સર્જન કિમ સા બુ છે, જે અચાનક એક દિવસ બધું છોડી દે છે અને ટીચર કિમ ઉર્ફે રોમેન્ટિક ડોક્ટરને નામે નાના શહેરમાં પાડોશી ડોક્ટર તરીકે કામ કરવાનું શરૂ કરે છે. બીજો કાંગ ડોંગ જૂ સફળતા હાંસલ કરવા માટે વીઆઈપી દર્દીઓનો ઉપચાર કરવામાં માગે છે, જ્યારે બીજો યુવા સર્જન યૂ સિયુ જંગ ભૂતકાળમાં થયેલી ભૂલોનું દુઃખ અનુભવે છે અને સતર્ક રીતે તેને ઢાંકવાનો પ્રયાસ કરે છે. કાંગ ડોંગ જૂ અને યૂન સિયુ જંગ રોમેન્ટિક ડોક્ટરને મળે ત્યારે શું થાય છે તે આ સિરીઝનું હાર્દ છે. કોરિયન શો હવે ફક્ત એમએક્સ પ્લેયર(MXVDESI) પર હિંદીમાં ચાલુ છે અને મફતમાં જોઈ શકાશે.
  2. એડ વિટેમઃ આ ફ્રેન્ચ ભાષાની સિરીઝ કાલ્પનિક દુનિયાની પાર્શ્વભૂ ધરાવે છે. મૃત્યુ પર રિજનરેશન નામે એજીઈંગ માટે અસરકારક તબીબી ઉપચાર નિર્માણ કરીને કઈ રીતે જીત મેળવી શકાયછે અને ત્યાર પછી લોકો સદાકાળ કઈ રીતે જીવે છે તે બતાવવામાં આવ્યું છે. અહીં એક પોલીસ અને યુવા મહિલા સાત ટીનેજરોની રહસ્યમય આત્મહત્યાની તપાસ કરતા હોય છે. મૃત્યુથી પછડાયેલી અને શાશ્વક યુવાની આપતી દુનિયામાં તેમણે આત્મહત્યાના આ ઘોર કૃત્યનું કારણ શોધવાનું આવશ્યક છે. એમએક્સ પ્લેયર પર હમણાં જ જુઓ.
Whatsapp Join Banner Guj
  1. ધ બોયઝ- એરિક ક્રિપ્કે દ્વારા નિર્મિત ધ બોયઝ સુપરહીરો એકશન- કોમેડી સિરીઝ છે, જે તે જ નામે કોમિક પર આધારિત છે. વાર્તા ઉપહાસાત્મક સુપરહીરોની છે, જે સુપરહીરોની વિરુદ્ધ જતા સમૂહ વિશે બતાવે છે. તે ભ્રષ્ટ બને છે અને તેની શક્તિઓનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે ત્યારે શું થાય છે તે બતાવવામાં આવ્યું છે. આ સિરીઝ હિંદીમાં ડબ કરવામાં આવી છે અને શો હાલમાં એમેઝોન પ્રાઈમ વિડિયો પણ જોઈ શકાય છે.
  2. ધ ફાલ્કન એન્ડ ધ વિંટર સોલ્જરઃ માર્વલ યુનિવર્સની ધ ફાલ્કન એન્ડ ધ વિંટર સોલ્જર મિની સિરીઝની વાર્તા સેમ વિલ્સનના જીવન પર આધારિત છે, જેને બકી બાર્ન્સ સાથે કેપ્ટન અમેરિકાનું સુકાન ઓફર કરવામાં આવે છે. માર્વેલ સિનેમાટિક યુનિવર્સમાં સ્થાપિત આ સિરીઝ મિસમેચ્ડ જોડીના પ્રવાસનું પગેરું મેળવે છે, જેઓ વૈશ્વિક સાહસ માટે એકત્ર આવે છે. શો ઘણી બધી સ્થાનિક ભાષામાં ડિઝની + હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો…

કોરોનાના કેસ(Corona case)માં સતત થઇ રહેલા વધારાના કારણે તબીબોની ચિંતામાં વધારો, સિનિયર પેથોલોજીસ્ટે આપ્યું મહત્વનું નિવેદન- વાંચો સંપૂર્ણ અહેવાલ