6de55d1c bfa7 4ccc a440 e3b5a6385707

રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીને(Narhari Amin) જન્મ દિવસે 5 ગામોમાં 10,000થી વધુ પરિવારોને વીમા સુરક્ષા કવચ પુરુ પાડ્યું, સાથે અનાજ કીટનું વિતરણ કર્યું..!

ગાંધીનગર, 05 જૂનઃ રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન(Narhari Amin)નો આજ રોજ જન્મ દિવસ છે. જે નિમિત્તે પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમના દ્વારા દત્તક લીધેલા પાંચ ગામો અસલાલી, સરોડા. પલોડિયા, પિલોડિયા, પિરોજપુર અને અડાલજનાં અંદાજિત 10,000થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા હેઠળ ભરવામાં આવતા પ્રિમીયમની રકમ નરહરિ અમીન દ્વારા ભરવામાં આવશે.

e594ec51 88ee 4073 a403 b98805deb1a2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનાં સેવાના 7 વર્ષ પૂર્ણ થવાના અવસર પર નરહરિ અમીને (Narhari Amin)2 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 1 કિલો તુવેરદાળ, એમ 5 કિલો અનાજની 8 હજાર કીટનું જરુરિયાત મંદ ગરીબ પરિવારોને વિતરણ કર્યું. અમદાવાદ શહેરના દાણીલીમડા, જમાલપુર-ખાડિયા, બાપુનગર તથા કલોલ વિધાનસભાના વિસ્તારોમાં 2250 કીટનું વિતરણ કર્યું.

Whatsapp Join Banner Guj


ઉલ્લેખનીય છે કે પોતે(Narhari Amin) દત્તક લીધેલા ગામ ઉપરાંત, જીલ્લાના વૃદ્ધાશ્રમો જેવા કે અવલ ફાઉન્ડેશન, શ્રીરામ ફાઉન્ડેશન , માતોશ્રી વૃદ્ધાશ્રમ સહિત કુલ 2750 જેટલી અનાજની કીટોનું વિતરણ કરીને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

આ જાણીતી અભિનેત્રીએ વેક્સિન લેવા માટે બનાવ્યું Fake ID કાર્ડ, જાણો પકડાઇ ગઇ પછી શું થયું?