Narmadeshwar Tiwari Meet to CM Bhupendra patel

Narmadeshwar Tiwari Meet to CM Bhupendra patel: એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ મુખ્યમંત્રીની કરી શુભેચ્છા મુલાકાત

Narmadeshwar Tiwari Meet to CM Bhupendra patel: સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ-SWAC ના વડા એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી

ગાંધીનગર, 19 જૂનઃ Narmadeshwar Tiwari Meet to CM Bhupendra patel: ભારતીય વાયુદળના દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ૧લી મે-ર૦ર૩ થી SWAC ના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફનો પદભાર સંભાળ્યો છે.

SWAC અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોનો સમાવેશ થયેલો છે. આ દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના વડાનો પદભાર સંભાળતા પૂર્વે એર માર્શલ તિવારી ભારતીય વાયુ દળના મુખ્યમથક ખાતે ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યરત હતા.

ભારતીય વાયુદળમાં ફાયટર પાયલટ તરીકે ૧૯૮૬ માં જોડાયેલા તિવારી વાયુદળના વિવિધ પ્રકારના એરક્રાફ્ટની કુલ ૩૬૦૦ કલાકની ઊડાનનો અનુભવ ધરાવે છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદર રૂપે તેમને ર૦૦૮માં રાષ્ટ્રપતિનો વાયુ સેના મેડલ અને ર૦રરમાં અતિ વિશિષ્ટ સેવા મેડલના સન્માન પ્રાપ્ત થયેલા છે.

SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા મુલાકાત માટે મળ્યા હતા. મુખ્યમંત્રીએ તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં વાયુસેનાએ ગુજરાતને મદદ માટે દાખવેલી તત્પરતા અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ સૌજન્ય મુલાકાતમાં સહભાગી થયા હતા.

આ પણ વાંચો… Aadhar card online update: ઓનલાઈન મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા 14 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવીઆ પણ વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો