NDRF team surat

NDRF team: દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ

NDRF team: ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત કરાઈ છે.

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૦૬ જુલાઈ:
NDRF team: ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૦૭ થી ૦૯ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ૪૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. જેના પગલે સુરતના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ની તાકીદ કરવામાં આવી છે.

માછીમારી માટે જતી કોઇપણ બોટ/હોડીઓને સંબંધિત વિભાગ ટોકન ઇસ્યુ ન કરે તેવો પણ અનુરોધ કરાયો છે. હાલ દરિયામાં માછીમારી અર્થે ગયેલા તમામ માછીમારો તેમની બોટો સાથે તાત્કાલિક પરત આવે તેમ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો…IPL: BCCI આઈપીએલની 2 નવી ટીમો ઉમેરવાની તૈયારીમાં, આ મહિનામાં થશે મેગા ઓક્શન

ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત

NDRF team: ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત કરાઈ છે. આ ટીમ સુરતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચના સહયોગમાં NDRF ઇન્સ્પેક્ટર દિપક બાબુના માર્ગદર્શનમાં રહી પૂર-ભૂકંપ, ચક્રવાત, આગ અને કોરોના જેવી વિવિધ આપત્તિમાં જાગૃતિ અને મદદ કરશે. કોઈ પણ આપત્તિની સ્થિતિમાં સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરી લોકોના જાનમાલના રક્ષણ માટે તૈનાત રહેશે.

Whatsapp Join Banner Guj