flight 1611841808

Germany: જર્મનીએ ભારતીયો માટે ખોલ્યા પોતાના દ્વાર, કાલથી કરી શકશે યાત્રા- વાંચો વિગત

Germany:સોમવારે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટથી પ્રભાવિત ભારત, બ્રિટન અને ત્રણ અન્ય દેશના યાત્રીઓ પર લાગેલા બેનને હટાવી દીધો

નવી દિલ્હી, 06 જુલાઇઃGermany: જર્મનીએ સોમવારે કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટથી પ્રભાવિત ભારત, બ્રિટન અને ત્રણ અન્ય દેશના યાત્રીઓ પર લાગેલા બેનને હટાવી દીધો. ભારતમાં જર્મનીના રાજદૂત વોલ્ટર જે લિંડનરે જણાવ્યું કે કાલથી જર્મની એ પાંચ દેશો માટે યાત્રા પ્રતિબંધ હટાવી રહ્યો છે, જ્યા ડેલ્ટા વેરિઅન્ટ સામે આવ્યો છે. આ દેશોમાં ભારત પણ સામેલ છે. ડેલ્ટા વેરિઅન્ટના કારણે બ્રિટનના પીએમ બોરિસ જોનસને લોકડાઉન હટાવવામાં વિલંબ કર્યું છે.

રોગ નિયંત્રણ અને રોકથામ માટે જવાબદાર જર્મન ફેડરલ ગવર્નમેન્ટ એજન્સી ‘રોબર્ટ કોટ ઇન્સ્ટિટ્યૂટ’એ જણાવ્યું કે ભારત, નેપાળ, રશિયા, પુર્તગાલ અને બ્રિટનને ‘વેરિઅન્ટના ચિંતાવાળા દેશો’ને વર્તમાન કેટેગરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આમ ત્યાના યાત્રિઓ હવે સરળતાથી યાત્રા કરી શકશે.

અત્યાર સુધી વેરિઅન્ટ ઓફ કન્સર્નવાળા દેશોમાંથી માત્ર જર્મનીના નાગરિકોને જ દેશમાં એન્ટ્રીની મંજૂરી હતી. આ દરમિયાન વેક્સીનેશન પછી પણ તેમને બે અઠવાડિયા માટે ક્વારન્ટાઇનમાં રહેવું પડતું હતું.

જર્મની દ્વારા પ્રતિબંધોમાં છૂટ એવા સમયે આપી છે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ પર વેક્સિન અસરકારક છે. જર્મની(Germany)ના ચાંસલર એન્જેલા માર્કેલે જણાવ્યું કે અમને લાગે છે કે નિકટ ભવિષ્યમાં જે લોકોએ રસીના બંને ડોઝ લીધા હશે, તેઓ ક્વારન્ટાઇનમાં ગયા વગર ફરીથી યાત્રા કરી શકશે.

ગત મહિને દુબઈએ એ ભારતીય મુસાફરોને પ્રતિબંધમાં છૂટછાટ આપી હતી, જેમણે UAE દ્વારા મંજૂર કરવામાં આવેલી રસીના બંને લીધા હશે. દુબઈએ સિનોફાર્મા, ફાઇઝર-બાયોએનટેક, સ્પુતનિક વી અને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા બનાવવામાં આવેલી રસીને મંજૂરી આપી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ IPL: BCCI આઈપીએલની 2 નવી ટીમો ઉમેરવાની તૈયારીમાં, આ મહિનામાં થશે મેગા ઓક્શન