Monsoon forecast

Rain in gujarat: ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી, જાણો…

Rain in gujarat: આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના

ગાંધીનગર, ૧૪ જૂન: Rain in gujarat: ગાંધીનગર ખાતે રાહત નિયામક સી.સી.પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ.મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જયારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: Exam special train: સાબરમતી અને ભિવાની વચ્ચે બિન અનામત પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

છેલ્લા ૨૪ કલાકમાં થયેલ વરસાદની માહિતી આપતા રાહત નિયામકએ જણાવ્યું હતું કે, સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોધયો છે.

રાજ્યમાં અત્યાર સુધી તા.૧૪/૦૬/૨૦૨૨ અંતિત ૧૪.૪૫ મીમી વરસાદ થયો છે, જે છેલ્લા ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૮૫૦ મીમી.ની સરખામણીએ ૧.૭૦ ટકા છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અંદાજીત ૨,૫૩,૦૨૯ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૦૬/૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨,૧૮,૫૫૪ લાખ હેક્ટર વાવેતર થયું છે. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૨.૯૩% વધુ વાવેતર થયું છે.

Gujarati banner 01