Nikol illigal plot

Nikol ward: અમદાવાદ નિકોલ વોર્ડમાં દબાણો દૂર કરી 4,000 ચોરસ ફૂટની જગ્યા ખુલ્લી કરવામાં આવી

Nikol ward: પૂર્વઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશ શરૂ કરાઇ હતી

અમદાવાદ, 19 મે: Nikol ward: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા  

નિકોલ વોર્ડમાં ટી.પી.સ્કીમ નં.૧૧૧(નિકોલ-કઠવાડા) ના ફા.પ્લોટ નં.૧૯૮, હેતુઃ-સ્કુલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલીકીનો ટી.પી.સ્કીમ મુજબ મળેલો પ્લોટ છે. જેમાં ઝૂંપડાઓનુ દબાણ થયેલુ હોવાનું ધ્યાને આવતા આજ રોજ એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણવાન, દબાણ મજૂરો તથા જે.સી.બી. મશીન દ્વારા ૨૫-નંગ ઝૂંપડા તોડી દૂર કરવામાં આવેલ છે અને ૪૦૦૦ ચો.ફુટ જગ્યા ખૂલ્લી કરવામાં આવેલ છે.  

આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ, મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડબેનરો દુ૨ ક૨વાની કાર્યવાહી જારી રાખવામાં આવશે. ગોમતીપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. ૧૦ (રખિયાલ) ના ફા.પ્લોટ નં. ૨૦ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલીકીનો ટી.પી. સ્કીમ મુજબ મળેલો પ્લોટ છે. જેમાં ખિયાલ મ્યુનિસિપલ ઉર્દૂશાળા તથા રાજપુર જૂનુ હેલ્થ સેન્ટર ની વચ્ચે આવેલ આશરે ૨૦૦ ચો. મી. જગ્યામાં રસ્તા ઓ પણ અગાઉ દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આ પહેલા પણ ઝોન પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો..Approved this work under urban development plan: મુખ્યમંત્રીએ 4 નગરોમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 45.09 કરોડના કામોને મંજૂરી આપી

Gujarati banner 01