North indian development council 1 1

North indian development council: અમદાવાદ ખાતે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્રારા પદભાર કાર્યક્રમ યોજાયો

North indian development council: રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ North indian development council: અમદાવાદમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પદભાર સંમેલન યોજાયો હતો. જેમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય અતિથિ હતા. આ પ્રસંગે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ સમિતિના સભ્ય અને રઘુનાથ હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય મહેન્દ્ર યાદવના હસ્તે પદભાર સોંપવામાં આવ્યો હતો. જેમાં આશરે 630 લોકોને પદ આપવામાં આવ્યા હતા.

North indian development council

આ પ્રસંગે મહેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ સંગઠન હિન્દી ભાષાનું એક એકતાનું પ્રતીક છે. મહેન્દ્ર યાદવે કહ્યું કે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદો માટે આગળ આવ્યું છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ મહેશ સિંહ કુશવાહાએ પણ મોટું યોગદાન આપ્યું છે.

North indian development council 2

વધુમાં તેમણે કહ્યું કે આ સંગઠન ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ માટે આતુર રહે છે. કોરોના મહામારી દરમિયાન આ સંસ્થાએ ગરીબો સહિત લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી હતી. એટલું જ નહીં કોરોના કાળમાં ફસાયેલા પરપ્રાંતિય લોકોને વતન પહોંચાડવામાં પણ વિશેષ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સાથે જ રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Professional tax: વેપારીઓ માટે મોટા સમાચાર, પ્રોફેશનલ ટેક્સ ના ભરતા હોવ તો ચેતી જજો- વાંચો વિગત

ખોરાક તૈયાર કર્યો અને જરૂરિયાતમંદોને આપ્યો. રોગચાળા દરમિયાન ગુજરાતમાં ફસાયેલા ઉત્તર ભારતીયોને રાશન કીટનું વિતરણ કર્યું.

Whatsapp Join Banner Guj