Notable Mansion Award

Notable Mansion Award: ‘પારુલ પોલીટેકનિક ઇન્સ્ટિટ્યુટ’ ને શ્રેષ્ઠ ઇન્ટર્નશીપ અવસરો પ્રદાન કરવા માટે ઇન્ટર્નશાલા તરફથી મળ્યો એવોર્ડ- વાંચો વિગત

Notable Mansion Award: પારુલ પોલીટેકનિક ઇન્સ્ટિટ્યુટ’ કે જે વડોદરા ની પારુલ યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ એન્જિનિઅરિંગ અને ટેકનોલોજીનો ભાગ છે, તેઓ એ ઇન્ટર્નશાલા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ઇન્ટર્નશીપ ડે આયોજન માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડોદરા, 26 સપ્ટેમ્બરઃNotable Mansion Award: ભારત વિશ્વમાં સૌથી તેજી થી આગળ વધી રહેલ અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની રહ્યો છે ત્યારે ભારતના યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ, ઈનોવેશન અને ટેકનોલોજીના સમન્વય દ્વારા રોજગાર મળી રહે તેવા નીત-નવા પ્રયાસો કોલેજીસ, યુનિવર્સિટીઓ અને સ્ટાર્ટઅપ દ્વારા હાથ ધરાતા રહેતા હોય છે. આજ કડીમાં ‘પારુલ પોલીટેકનિક ઇન્સ્ટિટ્યુટ’ કે જે વડોદરા ની પારુલ યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ એન્જિનિઅરિંગ અને ટેકનોલોજીનો ભાગ છે, તેઓ એ ઇન્ટર્નશાલા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ઇન્ટર્નશીપ ડે આયોજન માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઇન્ટર્નશાલા દ્વારા આયોજિત ઈન્ટરશિપ દીવસ કાર્યક્રમ માં ભારતભરની કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો હતો કે જેઓ એ પોતાના વિદ્યાર્થીઓને વ્યવહારિક એવી ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેઇનિંગ નો લાભ આપ્યો હતો, તથા ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ NGO Advising Big B quit pan-masala AD: અમિતાભ બચ્ચનને NGOએ લખ્યો પત્ર, પાન મસાલા એડ છોડવાની આપી સલાહ- વાંચો વિગત

વિદ્યાર્થીઓ ને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરવા માટે વિશિષ્ટ યોગદાન આપના શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન ઇન્ટર્નશાલા દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની ‘પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટયૂટ’ ને ‘નોટેબલ મેન્શન એવોર્ડ – ગુજરાત’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે તથા ‘પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટયૂટ’ ને ગુજરાત રાજ્યના વેસ્ટ ઝોનમાં 390 કરતાં વધારે કોલેજીસ / ઇન્સ્ટિટયૂટ માંથી છઠ્ઠો ક્રમાંક પણ આપવામાં આવ્યો છે. તદુપરાંત રાષ્ટ્રીય કક્ષાએ બે હજાર કરતાં વધારે કોલેજીસ / ઇન્સ્ટિટયૂટ માંથી 32 નો ક્રમાંક પણ પ્રાપ્ત થયો છે.

આ પણ વાંચોઃ NSS Award: જીટીયુ એનએસએસની સ્વયંસેવક ઝંખના જોશીએ રાષ્ટ્રપતિના હસ્તે “ઉચ્ચતમ રાષ્ટ્રીય એનએસએસ પુરસ્કાર” મેળવ્યો

Whatsapp Join Banner Guj