દેવ દિવાળી ના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા

કુમકુમ મંદિર દ્વારા દેવ દિવાળી ના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા.કોરોનાવાયરસ ની મહામારી માંથી સૌની મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી

અમદાવાદ, ૩૦ નવેમ્બર: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે દેવદિવાળીના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ પ્રકારના શણગાર અને મુગટ ધરાવવામાં આવ્યા હતા.mઆ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી એ જણાવ્યું હતું કે આપણા ધર્મગ્રંથોમાં પ્રતિપાદન કરેલું છે કે શિવજીએ ત્રિપુ રારી અસુર નો આ દિવસે નાશ કર્યો હોવાથી દેવો પ્રસન્ન થયા હતા અને તેમણે આ દિવસે ઉત્સવ મનાવ્યો હતો.

whatsapp banner 1

જેમ રામચંદ્ર ભગવાને રાવણનો નાશ કર્યો અને માણસોએ દિવાળીનો ઉત્સવ કર્યો હતો તેવી રીતે શિવજીએ ત્રિપુરારિ અસુરોનો નાશ કર્યો તેની ઉજવણી દેવોએ કરી માટે કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. આ દેવ દિવાળીના દિવસે કારતક સુદ પૂર્ણિમા હોવાથી નદીમાં સ્નાન કરવાનો પણ એક આગવો મહિમા છે. દેવદિવાળીના દિવસે ભગવાન ની પાસે અનેક પ્રકારના દીવા પણ કરવામાં આવતા હોય છે.

Swami Anand priy dasji Kumkum Mandir maninagar

આ દેવ દિવાળીના દિવસે ભગવાન ની પાસે અન્નકૂટ ધરાવવામાં પણ આવે છે.
દેવ દિવાળી નિમિત્તે કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે આપણે દેવ દિવાળીના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હાલ કોરોનાવાયરસ ની મહામારી સૌને પરેશાન કરી રહી છે તો આ મહામારી માંથી સૌનું તમે રક્ષણ કરો અને સૌ નું સ્વાસ્થ્ય સારું રહે તેવી કૃપાદ્રષ્ટિ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *