Buying a home can be

Buying a home can be expensive: વધુ મોંઘવારીનો માર, હવે રાજ્યમાં ઘર ખરીદવુ પણ થયું મોંઘુ- વાંચો વિગત

Buying a home can be expensive: સિમેન્ટ અને સ્ટીલ સહિતના બાંધકામના સામાનમાં કંપનીઓએ ભાવ વધારો કર્યો છે

અમદાવાદ, 29 માર્ચઃ Buying a home can be expensive: પેટ્રોલ-ડિઝલ, ગેસ, શાકભાજી વગેરેના વધતા ભાવની વચ્ચે વધુ એક મોંઘવારીનો માર પડશે. જી, હાં હવે સામાન્ય માણસનું પોતાનુ ઘર ખરીદવાનું સ્વપ્ન પણ મોંઘુ થયુ. સિમેન્ટ અને સ્ટીલ સહિતના બાંધકામના સામાનમાં કંપનીઓએ ભાવ વધારો કર્યો છે. જેથી વલસાડ જિલ્લામાં બિલ્ડરોએ સામૂહિક રીતે નવા મકાનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. વલસાડમાં જિલ્લા બિલ્ડર એસોસિએશનની એક બેઠક મળી હતી. જેમાં બિલ્ડરોએ સામૂહિક રીતે નવા મકાનમાં ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે સામાન્ય લોકોએ પોતાના સપનાનું ઘર લેવું મોંઘુ પડી શકે છે.

એપ્રિલ મહિનાથી થઈ શકે છે ભાવ વધારો
ઓક્ટોબર ૨૦૨૦ પછી સ્ટીલના ભાવમાં ૧૦૫ ટકા, સિમેન્ટના ભાવમાં ૬૮ ટકા, એસીસી બ્લોકના ભાવમાં ૨૫ ટકા, ડીઝલના ભાવમાં ૧૬ ટકા, રેતીના ભાવમાં ૪૮ ટકા, પ્લાયશીટના ભાવમાં ૭૩ ટકા, ફ્લાયએશના ભાવમાં ૨૪ ટકા તથા ક્રેશના ભાવમાં ૨૫ ટકાનો વધારો થઈ ગયો હોવાથી ગુજરાતની બિલ્ડર લૉબી કોમર્શિયલ અને રેસિડેન્શિય મિલકતોના ભાવમાં વધારો કરવા સક્રિય બની છે. પરિણામે પોતાનું ઘર વસાવવાના મધ્યમ વર્ગના અનેક પરિવારોના સપનાં રોળાઈ જવાની સંભાવના છે. આગામી એપ્રિલથી જ ભાવ વધારો કરી દેવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ Heatwave in gujarat: રાજ્યમાં અગામી 3 દિવસ ગરમીનો પારો વધશે, હવામાન વિભાગે યલો એલર્ટ કર્યુ જાહેર

બાંધકામમાં વપરાતી ક્રશના ભાવમાં પણ ૨૫ ટકાનો વધારો થયો
બાંધકામ શરૃ કરતી વખતે લીધેલા બુકિંગના ભાવ બિલ્ડર્સ વધારી શકતા નથી. તેથી તેમણે પાલનપુરમાં સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ ડેવલપર્સની મિટિંગ બોલાવીને ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ રહ્યું છે. આ સાથે જ બાંધકામ માટેના કાચા માલ પૂરા પાડનારાઓની કાર્ટેલ રચાતી અટકાવવા માટે પણ તેમણે સરકારને રજૂઆત કરી છે.

૧૮ માસમાં સ્ટીલના ભાવમાં ૧૦૫ ટકા, સિમેન્ટમાં ૬૮ ટકા, એસીસી બ્લોકમાં ૨૫ ટકાનો વધારો
ગુજરાતના ૪૦ શહેરના બિલ્ડર્સ અને ડેવલપર્સની એક બેઠક આ મુદ્દે ચર્ચા કરવા માટે પાલનપુરમાં મળીહતી. સિમેન્ટના ઉત્પાદકો દ્વારા વાજબી કારણો વિના જ સિમેન્ટના ભાવ વધારી દેવામાં આવતા હોવાની પણ તેમની ફરિયાદ છે. સિમેન્ટની માફક સ્ટીલ કંપનીઓ પણ કાર્ટેલ રચીને બેફામ ભાવ વધારો કરતી હોવાની તેમની ફરિયાદ છે

આ પણ વાંચોઃ Ranbir alia weeding preparations: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તૈયારી, લગ્નની ખરીદી શરુ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.