Heatwave in gujarat: રાજ્યમાં અગામી 3 દિવસ ગરમીનો પારો વધશે, હવામાન વિભાગે યલો એલર્ટ કર્યુ જાહેર

Heatwave in gujarat: હવામાન વિભાગ દ્વારા ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાન વધવાની આગાહી

અમદાવાદ, 29 માર્ચઃ Heatwave in gujarat: ગુજરાતમાં આકરી ગરમીના દિવસો આવી ગયા છે. ગુજરાતમાં હવે અંગ દઝાડતી ગરમી પડશે અને લોકોનુ બહાર નીકળવુ પણ મુશ્કેલ બનશે. ગુજરાતમાં હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યુ છે.

આ દિવસોમાં 41થી 43 ડિગ્રી તાપમાન અને લૂ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો વધશે. ગરમ અને સૂકા પવનો ફૂંકાતા તાપમાન વધવાની આગાહી છે. ત્યારે ડોક્ટરોએ સલાહ આપી કે, ગરમીથી બચવા માટે કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળો

ગુજરાતમાં ક્યાં યલો એલર્ટ અપાયું છે તેની વાત કરીએ તો, અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, પાટણ અને મહેસાણા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Ranbir alia weeding preparations: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તૈયારી, લગ્નની ખરીદી શરુ- વાંચો વિગત

આ પણ વાંચોઃ New Jio prepaid plan: જીયોએ 30 દિવસની વેલિડિટીવાળો નવો પ્લાન કર્યો લોન્ચ, ડેટા અને કોલિંગનો ફાયદો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.