Liquor seized in Ahmedabad

Liquor seized in Ahmedabad: નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ દારૂની હેરાફેરી માટે શાકભાજીની આડ ઝડપી પાડી…

Liquor seized in Ahmedabad: સ્ટેટ મોનિટરિંગ સેલે શાકભાજી ભરેલા ટેમ્પામાંથી 2.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: Liquor seized in Ahmedabad: અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને થોકબંધ દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યો છે. છતાં પણ બુટલેગરો કોઈ ને કોઈ નવો કીમિયો શોધી જ કાઢે છે અને અમદાવાદમાં દારૂની હેરાફેરી કરે છે.

ક્યારેક દવાની આડમાં તો ક્યારેક ઘઉંની બોરીમાં તો ક્યારેક છૂપાખાનામાં દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં જ આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતી દારૂની ગાડી વિજિલન્સે પકડી છે. પહેલા તો જો કોઈ આ ગાડી જુએ તો પોલીસ શાકભાજી કેમ પકડે છે તેવું વિચારે. પરંતુ ખરેખર આ શાકભાજીની નીચે તો દારૂનો ભંડાર હતો. ઉપરથી ફૂલાવરની ભરેલી ટેમ્પોમાં નીચે દારૂની પેટીઓ હતી.

હવે આ સંદર્ભે વિજિલન્સે કેસ કરીને સ્થાનિક પોલીસના ગાલ પર તમાચો મારે છે. કારણ કે સામાન્ય રીતે આ વિસ્તારમાં દારૂના ગાડીઓ પસાર થતી હોય ત્યારે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય તે ચોંકાવનારી બાબત છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ રોજ પકડાય છે.

દારૂની હેરાફેરી કરતા પોલીસથી બચવા અવનવી તરકીબો બૂટલેગર અજમાવે છે. ત્યારે નરોડા પોલીસ સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) શાકભાજી ભરેલા ટેમ્પામાંથી 2.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાંથી આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે.

નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદની બોર્ડર પર હોવાથી દારૂ ઝડપાયો છે, પરંતુ નરોડા પોલીસની રહેમ નજર હેઠળ દારૂની હેરાફેરી કે વેપાર થાય છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જો આ અંગે સ્થાનિક પોલીસ અને પીઆઈને જાણ હશે તે જાણવા મળશે તો સ્થાનિક પીઆઈ સામે પણ ઉચ્ચ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે ભાટિયાની હદમાં આવેલા નાના ચિલોડાના સર્વિસ રોડ પરથી શાકભાજીના ટેમ્પામાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા ગાંધીનગર નજીક નાના ચિલોડા સર્વિસ રોડ પર ફૂલાવર ભરેલો ટેમ્પો રોક્યો હતો જેમાંથી ફુલાવર બહાર કાઢતા અંદરથી દારૂની પેટી મળી આવી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલે જેમ જેમ ફુલાવર હટાવ્યા તેમ અંદરથી દારૂની પેટી મળતી રહી હતી. ટેમ્પામાં વચ્ચે દારૂની પેટી મૂકીને ચારે તરફ ફુલાવર મૂકવામાં આવ્યા હતા. જેથી પોલીસને જાણ ન થાય. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે રસ્તામાં જ દારૂ ઝડપી પાડ્યો હતો. કુલ 1152 બોટલ દારૂ, 1160 રૂપિયા રોકડા અને ટેમ્પો એમ કુલ 10,61,880 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

દારૂની સાથે ઓઢવમાં રહેતા બાબુલાલ રામપ્રેમ યાદવની ધરપકડ કરાઈ છે. જ્યારે દારૂ મંગાવનાર બૂટલેટર સોનુ ફરાર છે. બે આરોપીઓને પકડીને નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. આરોપીઓ ક્યાંથી દારૂ લાવ્યા હતા તથા કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે, આરોપીઓ લિસ્ટેડ બૂટલેગર નથી, પરંતુ કોની માટે કામ કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: BSNL cricket tournament: 19મી ઓલ ઈન્ડિયા BSNL ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો