Public support portal

Public support portal: હવે એક જ પોર્ટલ પર મળશે 13 સરકારી સ્કીમનો લાભ, PM મોદીએ લૉન્ચ કર્યુ જનસમર્થન પોર્ટલ

Public support portal: હવે અરજદારોને એક જ પોર્ટલ પર અલગ અલગ યોજના માટે અરજી કરવાની સુવિધા મળશે

નવી દિલ્હી, 06 જૂનઃ Public support portal: હવે ભારત સરકારની મુદ્રા લોન, સ્ટાર્ટઅપ, કૃષિ કે એજ્યુકેશ લોન સાથે જોડાયેલી 13 મહત્વપૂર્ણ ક્રેડિટ-લિંક્ડ ગેરંટી સ્કીમ સાથે જોડાયેલી મહત્વની જાણકારી વિદ્યાર્થી, યુવા, ખેડૂત,વેપારી અને કારોબારી એક જ સરકારી પોર્ટલ પરથી મેળવી શકશે. વડાપ્રધાન મોદીએ જનસમર્થન નામથી નેશનલ પોર્ટલનું ઉદ્દઘાટન કર્યુ હતુ. હવે અરજદારોને એક જ પોર્ટલ પર અલગ અલગ યોજના માટે અરજી કરવાની સુવિધા મળશે.

નાણા મંત્રાલયના આઇકોનિક વીક સમારંભના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ એક નવુ નેશનલ જનસમર્થ પોર્ટલ લોન્ચ કરવા દરમિયાન જણાવ્યુ કે આજે જનસમર્થ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. હવે ભારત સરકારની તમામ credit-linked schemes અલગ અલગ માઇક્રોસાઇટો પર નહી પણ એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે.

જો તમે અભ્યાસ, ખેતી, નાના ઉદ્યોગ અથવા નવુ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ભારત સરકારની મુદ્રા લોન કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા લોન જેવી ક્રેડિટ-લિંક્ડ યોજનાનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તે એક પોર્ટલ પર તમને તમામ સરકારી અને ખાનગી બેન્ક અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડાયેલી જાણકારી મળી જશે, જેની મદદથી લાભાર્થી આસાનીથી આ જાણકારી મેળવી શકશે કે કઇ સરકારી યોજના તેમની માટે વધારે લાભદાયક હશે અને તે કેવી રીતે તેનો સારી રીતે ફાયદો ઉઠાવી શકે છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Campaign against BJP in Arab countries: ઓમાનના ગ્રાન્ડ મુફ્તીએ અરબ દેશોમાં ભાજપ વિરુદ્ધ શરૂ કર્યું અભિયાન

આ પણ વાંચોઃ Major police action in Kanpur violence: કાનપુર હિંસામાં પોલીસની મોટી કાર્યવાહી, 40 શંકાસ્પદના પોસ્ટર જાહેર કર્યા

Gujarati banner 01