Campaign against BJP in Arab countries

Campaign against BJP in Arab countries: ઓમાનના ગ્રાન્ડ મુફ્તીએ અરબ દેશોમાં ભાજપ વિરુદ્ધ શરૂ કર્યું અભિયાન

Campaign against BJP in Arab countries: હકિકતમાં બીજેપી પ્રવક્તાની ટીપ્પણી બાદ આરબ દેશોમાં બીજેપી વિરુદ્ધ ટ્રેન્ડ શરૂ થયો હતો અને ભારતીય ચીજવસ્તુઓના બહિષ્કાર વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

નવી દિલ્હી, 06 જૂનઃ Campaign against BJP in Arab countries: ઓમાન, કતાર, કુવૈત, બહેરીન અને ઈરાન સહિત ઘણા દેશોમાં પયગંબર મોહમ્મદ વિશે બીજેપી પ્રવક્તાની ટિપ્પણીનો મામલો જોર પકડી રહ્યો છે. આ દેશોએ ભાજપના પ્રવક્તાની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કરતા કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સ્થિતિને જોતા ભાજપે નુપુર શર્મા અને દિલ્હીના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ વિવાદાસ્પદ નિવેદન નુપુર શર્માએ ઘણા દિવસો પહેલા આપ્યું હતું, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં આને લઈને આરબ દેશોમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે.

ઓમામના ગ્રેંડ મુફ્તી શેખ અહમદ બિન હમાદે ચલાવી મુહિમ 

હકિકતમાં બીજેપી પ્રવક્તાની ટીપ્પણી બાદ આરબ દેશોમાં બીજેપી વિરુદ્ધ ટ્રેન્ડ શરૂ થયો હતો અને ભારતીય ચીજવસ્તુઓના બહિષ્કાર વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઓમાનના ગ્રાન્ડ મુફ્તીએ આ અભિયાનની શરૂઆત કરી હતી. ઓમાનના ગ્રાન્ડ મુફ્તી શેખ અહમદ બિન હમાદ અલ ખલીલી આરબ દેશોમાં પહેલા એવા હતા જેમણે બીજેપી વિરુદ્ધ ટ્વિટ કરીને આ અભિયાન શરૂ કર્યું. તેમણે લખ્યું કે ભાજપે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરી છે.

આ પણ વાંચોઃ Major police action in Kanpur violence: કાનપુર હિંસામાં પોલીસની મોટી કાર્યવાહી, 40 શંકાસ્પદના પોસ્ટર જાહેર કર્યા

ઓમાનના ગ્રાન્ડ મુફ્તી અહેમદ અલ ખલીલી 79 વર્ષના છે અને ઇસ્લામિક મુદ્દાઓ પર ઘણી વાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેમણે તાલિબાનને અફઘાનિસ્તાનનું શાસન સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને તેને વિજય ગણાવ્યો. તેમણે સરકાર પાસે ઓમાનમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. ગ્રાન્ડ મુફ્તીને પાકિસ્તાનના સમર્થક માનવામાં આવે છે. તેમને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નિશાન-એ-પાકિસ્તાન પણ મળ્યો છે.

ભાજપના પ્રવક્તાની ટિપ્પણીના મામલે ઓમાનના ગ્રાન્ડ મુફ્તીએ કહ્યું કે આ એક એવો મામલો છે જેની સામે તમામ મુસ્લિમોએ એક રાષ્ટ્ર તરીકે અવાજ ઉઠાવવો જોઈએ. અલ ખલીલીના નિવેદન બાદ આરબ દેશોમાં ભારતનો વિરોધ થયો હતો. આ પછી ભાજપે પોતાની સ્પષ્ટતા આપી અને નેતાઓ સામે કાર્યવાહી કરી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Terrorist Waliullah hanged in Varanasi blast case: વારાણસી સીરિયલ બ્લાસ્ટ મામલે 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા

Gujarati banner 01