પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- P.G.E.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો, CM રુપાણીએ શિક્ષણ વિભાગ અને મંત્રીને આપી શુભેચ્છા

ગાંધીનગર, 09 જૂનઃP.G.E.: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં ર૦૧૯-ર૦ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સફળતા મેળવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગને સુદ્રઢ આયોજન અને સમગ્ર શિક્ષક આલમને સફળ અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ૭૦ જેટલા પેરામિટર્સના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ(P.G.E.) જાહેર કરતું હોય છે.

P.G.E.


નોંધનીય છે કે ગુજરાતે આ ગ્રેડીંગમાં અધ્યયન નિષ્પતિ અને ગુણવત્તા, પ્રવેશ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્ષમતા સહિતના ઇન્ડીકેટર્સમાં કુલ ૮૮૪ ગુણાંક મેળવીને આ A+ ગ્રેડ મેળવ્યો છે.

આ પણ વાંચો….

આ મહિલાએ એક- બે નહીં, પણ 10 બાળકોને જન્મ આપીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ(world record), વાંચો સંપૂર્ણ અહેવાલ

P.G.E.