godhavi fire 1 1623236139

અમદાવાદઃ ગોધાવી(Godhavi) પાસે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, થયું કરોડોનું નુકશાન

અમદાવાદ, 09 જૂનઃ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા ગોધાવી(Godhavi) ગામમાં બાપા સીતારામ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

Godhavi આગમાં ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો. જેને પગલે 5 કરોડનું નુકસાન થયું છે. જ્યારે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અમદાવાદમાં વર્ષ 2020-2021 દરમિયાન આગનાં અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા.

Whatsapp Join Banner Guj

આગના વિવિધ બનાવોમાં એક અબજ આઠ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત આગને પગલે 18 લોકોનાં મોત થયા છે. ફાયરને રેસ્ક્યૂ માટેના મળેલા કૉલ દરમિયાન 98 લોકોનાં મોત થયા હોવાની ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં એક અબજ 8 કરોડ 63 લાખ રૂપિયાનું આગ, પાણી અને ધુમાડાથી નુકસાન થયું છે. વર્ષ દરમિયાન આગથી બચાવવામાં આવેલા માલની કિંમત રૂપિયા બે અબજ, 40 કરોડ, 15 લાખ, 9 હજાર અને 900 રૂપિયાનું આગ, પાણી, ધુમાડાથી થનારું નુકસાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા થતું અટકાવવામાં આવ્યું છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અબજો રૂપિયાની મિલકત બચાવી લેવામાં આવી હોવાનં સામે આવ્યું છે.

આ પણ વાંચો….

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- P.G.E.માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો, CM રુપાણીએ શિક્ષણ વિભાગ અને મંત્રીને આપી શુભેચ્છા

ADVT Dental Titanium