Corona vaccine for kids: બાળકો માટે જલ્દી આવશે આ કોરોના વેક્સિન, જાણો ક્યારે આવશે રસી?

Corona vaccine for kids: એઇમ્સનાં ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ કહીં ચુક્યા છે કે તે વિસ્તારોમાં સ્કુલો ખોલવા પર વિચાર કરવો જોઇએ જ્યાં પોઝિટિવીટી રેટ 5 ટકાથી પણ ઓછો છે

નવી દિલ્હી, 26 જુલાઇઃ Corona vaccine for kids: કોરોનાનો કહેર દેશ દુનિયા પર સતત વધી રહ્યો છે. શારીરીક માનસિક અને આર્થિક નુકશાન પણ લોકોએ પોતાના પરિજનોને ગુમાવ્યા છે. કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક હતી. હવે ત્રીજી લહેરના પણ એંધાણ છે. જે બાળકો માટે વધુ ગંભીર માનવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેર મંદ પડ્યા બાદ વિવિધ રાજ્યોમાં સ્કુલો ખોલવામાં આવી રહી છે, જો કે વાલીઓ તેમના સંતાનોને સ્કુલે મોકલવા હાલ તૈયાર નથી, તેનું મુખ્ય કારણ દેશમાં બાળકો માટે એન્ટી કોરોના રસી નહીં હોવાનો છે

હાલ દેશમાં કોરોના સંક્રમણથી બચાવતી એક પણ રસી ઉપલબ્ધ નથી, જો કે એઇમ્સનાં ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ કહીં ચુક્યા છે કે તે વિસ્તારોમાં સ્કુલો ખોલવા પર વિચાર કરવો જોઇએ જ્યાં પોઝિટિવીટી રેટ 5 ટકાથી પણ ઓછો છે.

આ પણ વાંચોઃ Kargil vijay diwas: કારગિલની જંગ અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતને મળેલ વધુ એક જીતને 22 વર્ષ પૂર્ણ થયા..!

તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં કોરોના વેક્સિન મળી જશે, કોવૈક્સિનનાં બાળકો પર થઇ રહેલા ક્લિનિકલ ટ્રાયલનાં શરૂઆતનો ડેટા ઘણો ઉત્સાહવર્ધક છે, આવી સ્થિતીમાં તમારે તે રસી અંગે જાણવું જોઇએ કે આગામી સમયમાં કઇ વેક્સિન આવવાની સંભાવના છે

ડો. ગુલેરિયાનાં જણાવ્યા પ્રમાણે કોવૈક્સિનની બીજો ડોઝ આગામી સપ્તાહમાં 2-6 વર્ષનાં બાળકો(Corona vaccine for kids)ને આપવામાં આવે તેવી સંભાવના છે, દિલ્હી એઇમ્સનાં 6-12 વર્ષનાં બાળકોને કોવૈક્સિનનો બીજા ડોઝ અગાઉ આપી દેવામાં આવ્યો છે. ‘

આ પણ વાંચોઃ World wrestling championship: ભારતીય ખેલાડી પ્રિયા મલિકે કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો!

તે જ પ્રકારે ઝાયડસ કેડિલાએ 12-18 વર્ષ(Corona vaccine for kids)ની વય વર્ગનાં માટે પોતાનાં ડીએનએ આધારીત કોવિડ-19 રસી ZyCoV-Dનું ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત કરી લીધું છે, અને તે નજીકનાં ભવિષ્યમાં જ દેશમાં ઉપલબ્ધ થઇ શકે છે.

ભારતમાં ફાઇઝર-બાયોએનટેકની રસીને પણ લીલી ઝંડી મળી જશે તો તે પણ બાળકો માટે એક સારો વિકલ્પ બની શકે છે. યુરોપમાં 12 થી 17 વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાની કોરોના રસી વાયરસનાં ઉપયોગને મંજુરી મળી ગઇ છે, હવે તે જોવાનું છે કે ભારતમાં આ રસી આવે છે કે નહીં અને જો આવે છે તો કેટલા સમય સુધી ઉપલબ્ધ થઇ શકે છે

આ પણ વાંચોઃ Raj kundra case: ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, રાજ કુંદ્રાના ચાર કર્મચારી સરકારી સાક્ષી બનવા માટે તૈયાર- વાંચો વિગતે

Whatsapp Join Banner Guj