Pavan khera

Pavan khera alligation on gujarat gov: ડ્રગ્સના વ્યાપાર કારોબારને રોકવામાં ભાજપ સરકારની નિષ્ફળતાનો ભોગ દેશના યુવાન બની રહ્યો છે: પવન ખેરા

Pavan khera alligation on gujarat gov: ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર ૧,૭૫૦૦૦ કરોડની કિંમતની ૨૫,૦૦૦ કિલો હેરોઈન – ડ્રગ્સ ક્યાં ગયું? પ્રધાનમંત્રી-ગૃહમંત્રી ચૂપ? ભાજપ જવાબ આપે

  • ભાજપ શાસનમાં ગુજરાત હેરોઈન – ડ્રગ્સ માદક દ્રવ્યોની હેરાફેરી – ખેપ નું એપી સેન્ટર બન્યું છે.
  • પાકિસ્તાન – અફઘાનીસ્તાન જેવા દેશોમાંથી આવતુ ડ્રગ્સ એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા.
  • મોટા ડ્રગ્સ માફીયાઓને કોણ બચાવી – રક્ષણ આપી રહ્યું છે? તેનો જવાબ ભાજપ સરકાર આપે.

અમદાવાદ , ૩૦ સપ્ટેમ્બર: Pavan khera alligation on gujarat gov: દેશના યુવાનોના ભવિષ્યને નશાના અંધકારમાં ધકેલતું કરોડો રૂપિયાનું હેરોઈન – ડ્રગ્સ ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપરથી પકડવામાં આવ્યું. ભાજપ સરકારની સમુદ્ર, સરહદ અને બંદરોની રાષ્ટ્રીય સુરક્ષામાં નિષ્ફળતા અને ગુન્હાહિત બેદરકારી પર આકરા પ્રહાર કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પવન ખેરા એ જણાવ્યું હતું કે, ગુજરાતના મુન્દ્રા પોર્ટ ખાતે ૧૨ સપ્ટેમ્બરના રોજ આશી ટ્રેડર્સ નામની કંપનીનું ૩,૦૦૦ કિલો જેટલુ હેરોઈન – ડ્રગ્સ પકડાયું જ્યારે ૯ જુન ૨૦૨૧માં ૧,૭૫,૦૦૦ કરોડનું ૨૫,૦૦૦ કિલો હેરોઈન – ડ્રગ્સ તે ગુજરાત સહિત દેશના બજારમાં પહોંચી ગયું છે.

આટલી મોટી માત્રામાં હેરોઈન – ડ્રગ્સ પકડાયુ હોય તેવો ભારતના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો છે. ગાંધી – સરદારનું ગુજરાત ભાજપ શાસકોનાં પાપે સમગ્ર દેશમાં માદક દ્રવ્યોની રાજધાની બની રહ્યું છે. યુવાનોને બે કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો બીજી બાજુ યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલનાર હેરોઈન – ડ્રગ્સ જેવા માદક – કેફી દ્રવ્યોના રવાડે યુવાધન ધકેલાઈ રહ્યું છે. દક્ષિણ ભારતમાં વ્યાપારી બંદરો જેવા કે કલકત્તા, તમિલનાડુ, મુંબઈ વગેરેને છોડીને ગુજરાતનું બંદર ડ્રગ્સ માફીયાઓ દ્વારા હજારો કીલો માદક ડ્રગ્સ દેશના બજારોમાં એપી સેન્ટર બન્યું છે. દેશના ગૃહમંત્રીના રાજ્ય ગુજરાતમાં મોટી માત્રામાં હેરોઈન – ડ્રગ્સની હેરાફેરી – ખેપ થાય તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો…Train schedule change: અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનોથી શરૂ થતી ટ્રેનોના સમયમાં ફેરફાર

આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતેની આયાત – નિકાસનું લાયસન્સ ધરાવતી આશી ટ્રેડર્સ જેવી નાની માછલીઓને પકડામાં આવી પરંતુ મગરમચ્છ જેવા વિશાળ ડ્રગ્સ માફીયાઓ હજુ પણ ભાજપ સરકારના નાક નીચે કામ કરી રહ્યું હોય તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જુન ૨૦૨૧માં આસી ટ્રેડર્સ દ્વારા અફઘાનિસ્તાન – પાકિસ્તાન જેવા જુદા જુદા દેશોમાંથી મંગાવેલુ ૨૫,૦૦૦ કિલો હેરોઈન – ડ્રગ્સ હજુપણ પકડાયેલ નથી. દિલ્હી પોલીસ દ્વારા જુલાઈમાં ૩૫૪ કિલો, મે મહિનામાં ૧૨૫ કિલો જેટલુ માતબાર હેરોઈન – ડ્રગ્સ પકડવામાં આવ્યું. ત્યારે કોંગ્રેસ પક્ષ દેશ માટે પુછવા માંગે છે કે, ભાજપ સરકારના શાસનમાં આટલી મોટા સ્તરે કોણ ડ્રગ્સ રેકેટ ચલાવી રહ્યું છે ?

Pavan khera alligation on gujarat gov: દેશનું યુવા ધન ડ્રગ્સના અંધકારમાં ધકેલાઈ રહ્યું છે, હેરોઈન – ડ્રગ્સ જેવા કેફી પદાર્થોના સકંજામાં ફસાતા યુવાનોનું માત્ર જીવન નહી તેમના પરિવારની જીંદગી પણ બરબાદ થાય છે. પ્રધાનમંત્રી – ગૃહમંત્રી માત્રને માત્ર ચૂંટણી જીતવાની ચિંતા કરે છે પરંતુ નવયુવાન પેઢીના જીવનની ચિંતા કરતા નથી. દેશમાં ડ્રગ્સ ઓવરડોઝના કારણે થતા યુવાનોના મૃત્યુમાં ગુજરાત પ્રથમ ત્રણ રાજ્યોમાં આવે છે.

Whatsapp Join Banner Guj

ડ્રગ્સ, માદક દ્રવ્યો, કેફી દ્રવ્યો જેવા પદાર્થોને પકડવાનું, દેશમાં ઘુસતા અટકાવવાનું અને તેના ઉપર નિયંત્રણ કરવા માટેની રાષ્ટ્રીય સંસ્થા ‘‘નાર્કોટીંક્સ કંટ્રોલ બ્યુરો’’માં છેલ્લા ૧૮ મહિનાથી ડાયરેક્ટર જનરલની નિમણુંક થઈ નથી. જે દુર્ભાગ્યપૂર્ણ છે, દેશમાં વધી રહેલા ડ્રગ્સના વ્યાપાર અને અઢળક રૂપિયાના કારોબાર અંગે ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી અને સુરક્ષામાં નિષ્ફળતાનો ભોગ દેશના લાખો યુવાનો બની રહ્યાં છે.

ભાજપ સરકાર જવાબ આપેઃ

  1. ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર ૧,૭૫,૦૦૦ કરોડની કિંમતની ૨૫,૦૦૦ કિલો હેરોઈન – ડ્રગ્સ ક્યાં ગયું ?
  2. શું દેશમાં પાકિસ્તાન – અફઘાનિસ્તાન જેવા દેશોથી આવતુ ડ્રગ્સ એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા નથી?
  3. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં છેલ્લા ૧૮ મહિનાથી ડાયરેક્ટ જનરલની નિમણુંક કોના ઈશારે કરવામાં આવી નથી ?
  4. શું ડ્રગ્સ માફીયાઓને ભાજપ સરકાર કે સરકારી એજન્સીઓમાં ક્યા બાબુઓ રક્ષણ કરી રહ્યાં છે?
  5. શું ભાજપ સરકાર દેશની સુરક્ષામાં નિષ્ફળ નથી ગયા ?
  6. શું આ દેશના યુવાનોને ડ્રગ્સ તરફ ધકેલવાનું ષડયંત્ર નથી ? દેશના યુવાનોને બે કરોડ નોકરી, સુખાકારી, સમૃધ્ધી અને ‘‘અચ્છે દિન’’ના વાયદાઓ કરનાર ભાજપ સરકારના શાસનમાં યુવા ધન ડ્રગ્સ અને કેફી – માદક દ્રવ્યોના પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પક્ષના નેતા ડૉ.કનુભાઈ કલસરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ. મનિષ દોશી, એ.આઈ.સી.સી. સોશ્યલ મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેન રોહન ગુપ્તા ઉપસ્થિત રહ્યાં હતાં.