Lakhota nature club garbage

જંગલ વિસ્તારમાં થી પ્લાસ્ટિક (Plastic) કચરો એકઠો કરીને પરીસર તેમજ જંગલ વિસ્તાર ની સફાઈ કરવાનો કાર્યક્રમ યોજાયો

જંગલ વિસ્તારમાં થી પ્લાસ્ટિક (Plastic) કચરો એકઠો કરીને પરીસર તેમજ જંગલ વિસ્તાર ની સફાઈ કરવાનો કાર્યક્રમ યોજાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૫ માર્ચ:
Plastic: લાખોટા નેચર કલ્બ જામનગર તેમજ બેક ટુ નેચર કલ્બ ગીર સંસ્થા ના સહીયારા પ્રયાસ થી તુલસી શ્યામ ગીર ખાતે જંગલ વિસ્તારમાં થી પ્લાસ્ટિક (Plastic) કચરો એકઠો કરીને પરીસર તેમજ જંગલ વિસ્તાર ની સફાઈ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા બન્ને સંસ્થા સભ્યો તેમજ અન્ય પર્યાવરણ પ્રેમી મીત્રો જોડાયા હતા

ADVT Dental Titanium

અને તે વિસ્તારમાં થી અંદાજીત ૬૦૦ કીલો જેટલો પ્લાસ્ટિક (Plastic) નો કચરો એકઠો કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય અભીયાન માં ઘમૅશ ભાઈ જેઠવા,જય ભાયાણી, ઉમંગ કટારમલ, રજનીકાંત ઘારવીયા,હીત પરમાર,સાગર ભાઈ, પરસોતમ ભાઈ, કમલેશ રાવત વગેરે જોડાયા હતા. આ અભિયાન માં જોડાયેલા તમામ મિત્રો ને પ્રમાણ પત્ર, માટીના પાણી ના કુંડા, તેમજ મા‌ળા યાદગીરી રૂપે આપવામાં આવેલ હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ(vaccine certificate)ની પડી શકે છે જરૂર, ઓનલાઈન પણ કરી શકો છો ડાઉનલોડ- જાણો આ વસ્તુની પડશે જરુર