PM Modi In Kutch Update

PM Modi 3 days Gujarat Visit: આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે PM Modi, જાણો શું છે વિશેષ કાર્યક્રમ

PM Modi 3 days Gujarat Visit: આ 3 દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર PMનું ફોકસ રહેશે

ગાંધીનગર, 09 ઓક્ટોબરઃ PM Modi 3 days Gujarat Visit: આજથી 3 દિવસ માટે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. 3 દિવસમાં ગુજરાતની જનતાને 5 હજાર કરોડથી વધુની ભેટ આપશે. PM મોદીનો ગુજરાતમાં 3 દિવસ મેગા પાવર શો જોવા મળશે. આ 3 દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર PMનું ફોકસ રહેશે. વડાપ્રધાન આ સભા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ કરશે એ પણ સત્ય હકીકત છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ફોજ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ઊતરી ગઈ છે. ખુદ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપીને ભાજપની વિજયકુચ આગળ રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. 29 અને 30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરીવાર આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ગુજરાતમાં ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે.

જાણો ક્યાં ક્યાં સભા કરશે
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 3 દિવસમાં PM મોદી અલગ અલગ જિલ્લાની મુલાકાત લેશે. PM મહેસાણા, ભરૂચ, આણંદ,જામનગરની મુલાકાત લેશે. 3 દિવસમાં PM મોદી ગુજરાતમાં 6 સભાને સંબોધન કરશે. દેલવાડા, જામકંડોરણા, ભરૂચ, જંબુસરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. 

આ પણ વાંચોઃ Congress MLA bhanwarlal sharma passes away: કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ભંવરલાલ શર્માનું નિધન- વાંચો વિગત

9 ઓક્ટોબર

  • આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે પીએમ
  • અમદાવાદ એરપોર્ટ થી જ મોઢેરા હેલીપેડ જવા રવાના થશે
  • સાંજે 5 કલાકે બેચરાજી ના દેલવાડા ખાતે જનસભા ને સંબોધન કરશે પીએમ
  • રૂ. 2890 કરોડ થી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ મોદી
  • સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે, માતાની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે પીએમ
  • સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે પીએમ મોદી
  • 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ની શરૂઆત કરાવશે અને પોતે પણ શો નિહાળશે
  • રાત્રે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે
  • અમદાવાદ એરપોર્ટ થી રાજભવન પહોંચશે પીએમ
  • રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે પીએમ

10 ઓક્ટોબર

  • સવારે 9 કલાકે સચિવાલય હેલીપેડ થી આમોદ જવા રવાના થશે
  • 10 કલાકે આમોદ પાસે જનસભા ને સંબોધન કરશે
  • ભરૂચ સહિત ગુજરાત ને 5 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ મોદી
  • જંબુસરમાં માં બનનારા પહેલા બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક નું ભૂમિ પૂજન કરશે પીએમ મોદી
  • ત્યાંથી આણંદ પહોંચશે પીએમ મોદી
  • બપોરે 12 કલાકે શાસ્ત્રી મેદાનમાં જનસભા ને સંબોધન કરશે પીએમ
  • આણંદ થી પીએમ મોદી અડાલજ પહોંચશે
  • અડાલજ માં મોદી શૈક્ષણિક સંકુલ ની મુલાકાત લેશે
  • ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ થી જામનગર જવા રવાના થશે
  • સાંજે 5 કલાકે જામનગર માં જનસભા ને સંબોધન કરશે પીએમ
  • અંદાજે 1500 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ
  • સૌની યોજનાના લિંક 1 ના પેકેજ 5 અને લિંક 3 ના પેકેજ 7 નું લોકાર્પણ કરશે પીએમ મોદી
  • જામનગર માં જ રાત્રી રોકાણ કરશે પીએમ મોદી

11 ઓક્ટોબર

  • સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે પીએમ મોદી
  • જામકંડોરણા માં જંગી જનસભા ને સંબોધન કરશે પીએમ
  • બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ
  • બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડના નવા પ્રકલ્પ ન ભેટ આપશે
  • જનસભા ને સંબોધન કરશે પીએમ મોદી
  • સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ થી મધ્યપ્રદેશ જવા રવાના થશે

આ પણ વાંચોઃ Edible Oil Price Hike on Diwali: દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, વધશે તેલના ભાવ- વાંચો વિગત

Gujarati banner 01