PM Modi

PM Modi in palanpur: પાલનપુરમાં પીએમ મોદીનો હુંકાર: ‘તમારા મત એટલે ગુજરાતનાં…

PM Modi in palanpur: આ ચૂંટણી આગામી 25 વર્ષ ગુજરાતના કેવા હશે એ નક્કી કરવાની ચૂંટણી છે: પીએમ મોદી

અમદાવાદ, 24 નવેમ્બર: PM Modi in palanpur: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, વડાપ્રધાને પાલનપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી મોડાસા જવા રવાના થયા છે. ત્યારબાદ દહેગામ અને બાવળામાં જનમેદનીને સંબોધન કરશે.

ત્યારે વડાપ્રધાન મોદીએ આજે પાલનપુરમાં કોંગ્રેસ પર એકપણ પ્રહાર કર્યા ન હતા. તેમણે માત્ર પાંચ ‘પ’ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ઉત્તર ગુજરાત એટલે પાણી માટે વલખાં મારતાં, આજે નર્મદા મા ઘેરઘેર પહોંચવા માંડી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, મા અંબાનું ધામ આખું બદલાઈ રહ્યું છે, અને હવે જે યાત્રીઓની સંખ્યા વધી રહી છે, એ રોજગારના નવા અવસરો ઉભી કરી રહી છે. આપણે પ્રયાસ એ કર્યો કે, ગરીબના ઘરની અંદર ચૂલો પણ ન ઓલવાવો જોઈએ. ગરીબનું બાળક રાત્રે ભૂખ્યું ન સૂવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુરથી જણાવ્યું હતું કે, હું તમારી પાસે આશીવાર્દ લેવા આવ્યો છું, વોટ તો તમે આપવાના જ છો, આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે, ચમકારો જોઇશે. આ ચૂંટણી આગામી 25 વર્ષ ગુજરાતના કેવા હશે એ નક્કી કરવાની ચૂંટણી છે. વિકાસના એટલા બધા કામ થયા છે કે ગણ્યા ગણાય નહીં. પાલનપુરનો ‘પ’ અને બીજા પાંચ ‘પ’, ‘પર્યટન પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ’.. ગુજરાતે વિકાસની નવી સંભાવનાઓ ઉભી કરી છે.

ધરોઇ, મા અંબા અને મા નડેશ્વરી, રણ, પાટણની વાવ અને કચ્છનું રેગીસ્થાન.. શું નથી આપડી જોડે? મા આંબાનું ધામ બદલાઇ રહ્યું છે, યાત્રિકોની સંખ્યા વધતા રોજગારીની આવક ઉભી થઇ છે. સરદાર સરોવરની મુલાકાતે લાખો લોકો આવતા હોય તો ધરોઇ પર કેમ ન આવે, આપણે મોટું ટુરિઝમ ઉભુ કરવાનું છે. સરહદી વિસ્તારના ગામોના વિકાસ માટે કામ ઉપાડ્યું છે. ભારે જહેમત ઉઠાવી છે. ઉત્તર ગુજરાતમાં ટુરિઝમનું શું નથી? અહીંયા બધી સંભાવનાઓ છે. આવનારા 25 વર્ષમાં ગુજરાતના વિકાસની વાત એટલે ‘પર્યટન’..

વધુમાં પી.એમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમને જેમ વેક્સિન ફ્રીમાં મળી એમ હું દેશના પશુઓને પણ ટીકાકરણ ફ્રીમાં કરવાવું છું. 12-15 વર્ષની દીકરીઓની તપાસ કરાઈને દીકરીઓનું શરીર સ્વસ્થ થાય તેના માટે કામ ઉપાડ્યું છે. કોવિડમાં ગરીબના ઘરમાં ચુલો સળગાવ્યો, અમે એમની ચિંતા કરી છે. કઠોળથી માંડી તેલ સુધીની સમાગ્રી પહોંચાડી છે. આખો દેશ માંદો પડેલો ત્યારે ચિંતા કરી, 80 કરોડ લોકોને અઢી વર્ષથી અનાજ મફત પહોંચાડવાનું કાર્ય કર્યું છે.

બનાસકાંઠા, પાટણ, કચ્છની એક એક તકલીફ મને ખબર છે, ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો છે ચિંતા ન કરતા. યુવાનો તમે વોટ આપાવા જાઓ ત્યારે તમારા આગામી 25 વર્ષનો વિચાર કરજો. તમારે આ વખતે મતદાનમાં આ વખતે રેકોર્ડ તોડવાના છે. તમારે લોકતંત્ર મજબૂત કરવાનું છે, એક એક પોલિંગ બુથમાંથી કમળ જીતાડવાનું છે.

આપણી પાસે અઠવાડીયું જ રહ્યું છે, તમારે ઘરે ઘરે જઇને કમળ ખીલવાડવા મહેનત કરવાની છે, બનાસકાંઠા પર મારો હક છે, હું તમને એક અંગત કામ આપુ છું જે તમારે કરવાનું છે. ઘરે ઘરે જઇને વડિલોને કહેવાનું છે, આપડા નરેન્દ્રભાઇ પાલનપુર આવ્યા હતા અને તમને પ્રણામ કર્યા છે, વડિલોને પ્રણામ કહેશો તો મને આશીવાર્દ મળશે અને તેનાથી મને એનર્જી મળશે..

આ પણ વાંચો: Jignesh mevani statement: જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસના 70 વર્ષનો આપ્યો હિસાબ, પીએમ માટે કહી આ વાત…

Gujarati banner 01