PM surat airport

PM Modi inaugurates Surat Airport: સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

PM Modi inaugurates Surat Airport: સુરતને મળી નવી સોગાદ’: રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત

સંસ્કૃતિ અને આધુનિકરણનો શ્રેષ્ઠ સંયોગ: આધુનિક સુવિધાઓ સજ્જ કાર્ય શૈલી સાથે રાંદેરની પૌરાણિક કાષ્ટની વસાહતોથી પ્રેરિત બાહ્ય હેરિટેજ લૂક

  • સુરતની સ્થાનિક પરંપરા, સંસ્કૃત્તિ અને વારસાને પ્રતિબિંબિત કરતા નવા બિલ્ડિંગમાં રોગન આર્ટની સાથે પતંગ મહોત્સવ દર્શાવતું મોઝેક આર્ટ બનશે આકર્ષણણનું કેન્દ્ર
  • પ્રતિ વર્ષ ૩૫ લાખ યાત્રીઓની ક્ષમતા સાથે ૧૮૦૦ મુસાફરોને સમાવતું કુલ ૨૫,૫૨૦ ચો.મી.ના ક્ષેત્રમાં વિસ્તારિત નવું ટર્મિનલ

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, 17 ડિસેમ્બર:
PM Modi inaugurates Surat Airport: સુરત હવાઈ મથક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડાપ્રધાનએ તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વિડીયો ક્લિપ નિહાળી હતી. કુલ ૨૫,૫૨૦ ચો.મીટરમા વિસ્તરેલા અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો પામેલું સુરત એરપોર્ટ પરંપરા અને આધુનિકરણનો શ્રેષ્ઠ નમૂનો છે.
એરપોર્ટ પર બમણી ઇન્સ્યુલેટેડ રૂફિંગ પ્રણાલી, ઉર્જાની બચત માટે કેનોપી, LED લાઇટ, લો ફિટ ગેઇન ડબલ ગલેઝિંગ, વરસાદી પાણીના સંગ્રહણી વ્યવસ્થા તેમજ સુએઝ ટ્રીટમેન્ટ એકમ એરપોર્ટની વિશેષતાઓ દર્શાવે છે. સાથે જ ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.
સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનીપુરાણી વસાહતોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયેલું છે.

Surat Diamond Bourse Inaugurates: સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

PM Modi inaugurates Surat Airport

હાલ (PM Modi inaugurates Surat Airport) સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. અને સપ્તાહ દીઠ ૨૫૨થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે. તેમજ હવે આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થતા યાત્રી અવરજવર તેમજ કાર્ગો સંચાલનમાં વધારા સાથે સુરતને વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થશે.
નોંધનીય છે કે, સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વપ્રસિધ્ધ હોવાથી સુરત હવાઈમથકને મળેલું નવું નજરાણું અને વધતી એર કનેક્ટિવિટી તેના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ નહીં પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ-ઉદ્યોગો માટે અવિરત આયાત-નિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી. આર. પાટિલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો