Img 20200216 171256 01 edited e1692632980445

અમેરિકાની તંગી પર PM નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ચિંતા, આપ્યું મહત્વનું નિવેદન

Img 20200216 171256 01 edited

નવી દિલ્હી,07 જાન્યુઆરી: ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક અગાઉ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને તોડફોડ કરી. ઉપદ્રવીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા જ્યારે એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. વોશિંગ્ટનમાં હાલ કરફ્યૂ લાદી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાની આ તંગ પરિસ્થિતિ પર ટ્વીટ  કરીને કહ્યું કે સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. 

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વોશિંગ્ટન ડીસીમાં તોફાનો અને હિંસા અંગે જાણકારી મળ્યા બાદ ખુબ ચિંતિત છું. સત્તાનું હસ્તાંતરણ ક્રમબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. ગેરકાયદેસર વિરોધ માધ્યમથી લોકતાંત્રિક પ્રક્રિયાને પ્રભાવિત થવા દેવાય નહીં.

Whatsapp Join Banner Guj

અમેરિકી સંસદના બંને સદન એટલે કે સેનેટમાં બુધવારે ઈલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી અને બાઈડેનની જીત પર મહોર મારવા માટે બેઠક શરૂ થઈ. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદ બહાર ભેગા થઈ ગયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી. પરંતુ કેટલાક લોકો કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા અને મોટા પાયે તોડફોડ કરી. આ દરમિયાન ફાયરિંગ થયું અને એક મહિલાનું મોત પણ થયું. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ ગોળી કોણે ચલાવી હતી. 

આ પણ વાંચો…

ડોનાલ્ડ ટ્રંપના સમર્થકોનું હિંસક પ્રદર્શનઃ ટ્વિટર અને ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ