US PRESIDENT

ડોનાલ્ડ ટ્રંપના સમર્થકોનું હિંસક પ્રદર્શનઃ ટ્વિટર અને ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ

US PRESIDENT

વોશિંગ્ટન,07 જાન્યુઆરી: અમેરિકા માં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ના પરિણામો પર હજુ પણ ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી ધાંધલીનો આરોપ લગાવીને સતત દબાણ સર્જી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપિટલ બિલ્ડિંગ ની બહાર જોરદાર હંગામો કર્યો. ત્યારબાદ વોશિંગ્ટન ડીસીમાં કરફ્યૂ લાગી ગયો છે. હિંસા દરમિયાન ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. એવા પણ સમાચાર છે કે ગોળી વાગવાથી એક મહિલાનું મોત થયું છે.

આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે નેશનલ ગાર્ડ્સે કાર્યવાહી કરવી પડી. અત્રે જણાવવાનું નવા ચૂંટાઈ આવેલા જો બાઈડેન 20મી જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. 

આ સમગ્ર ઘટના અંગે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવેલા જો બાઈડેને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આહ્વાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માગણી કરે. બાઈડેને કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉ કે કેપિટલ બિલ્ડિંગ પર જે હંગામો અમે જોયો તેવા અમે નથી. આ  કાયદાનને ન માનનારાની મર્યાદિત સંખ્યા છે. બાઈડેને કેપિટલ બિલ્ડિંગ પર થયેલા હંગામાને રાજદ્રોહ ગણાવ્યો. 

હોબાળા અને હિંસાના પગલે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ ટ્વીટ રિમૂવ કરી જેમાં ટ્રમ્પે તેમના સમર્થકોને કરેલા સંબોધનનો પણ વીડિયો સામેલ છે. આ ઉપરાંત ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લોક પણ કરી દીધુ. ટ્વિટર બાદ ફેસબુક અને યુટ્યૂબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનવાળા વીડિયોને હટાવી દીધો. 

ઉપરાષ્ટ્રપતિ પદ માટે  ચૂંટાઈ આવેલા કમલા હેરિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને યુએક કેપિટલથી હટાવવાની માગણી કરી છે. ટ્રમ્પ સમર્થક પોલીસ સાથે ભીડી ગયા હતા. કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થાને ભંગ કરી. હેરિસે એક ટ્વીટમાં કહ્યું કે હું કેપિટલ અને આપણા દેશના લોક સેવકો પર હુમલા માટે બાઈડેનના આહ્વાનમાં સામેલ છું જેમાં તેમણે કહ્યું કે લોકતંત્રના કામને આગળ વધવા દે. 

આ પણ વાંચો…

કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ર૧૯ મી જયંતી ઉજવાશે