ambaji padyatri

Pragatyotsav of Maa Ambe: કાલે પોષ સુદ પુર્ણીમા ને માં અંબે નો પ્રાગટ્યોત્સવ છે જેને લઇ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુંઓ ની ભીડ આજ થી જ જોવા મળી રહી છે

Pragatyotsav of Maa Ambe: અંબાજી મંદિર બંધ રહેતાં આજે સમગ્ર મંદિર પરીસર ની લાઇનો ખાલી ને સુમસામ જોવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મલી રહ્યો છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૬ જાન્યુઆરીઃ
Pragatyotsav of Maa Ambe: આજે રવિવાર છે ને આવતી કાલે પોષ સુદ પુર્ણીમા ને માં અંબે નો પ્રાગટ્યોત્સવ છે જેને લઇ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુંઓ અંબાજી ઉમટી પડતાં હોય છે આજે અંબાજી પહોંચેલાં શ્રધ્ધાળુંઓ મંદિર બહાર શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગ થી માતાજી નાં દર્શન કરતાં નજરે પડ્યાં હતા. જ્યાં એક તરફ વાહન વ્યવહાર ની અવર-જવન અને બીજી શ્રદ્ધાળુંઓ ની ભીડ જોવા મળી હતી.

અંબાજી મંદિર બંધ રહેતાં આજે સમગ્ર મંદિર પરીસર ની લાઇનો ખાલી ને સુમસામ જોવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મલી રહ્યો છે એટલુજ નહી આજે રવિવારનાં પગલેં હજારોની સંખ્યા માં અંબાજી ખાતે ભીડ ઉમટી પડતી હોય છે તેવાં માં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજી નુ મંદિર બંધ નો નિર્ણય લેવાયો હતો. જોકે અંબાજી મંદિર બંધ રહેતાં બજારના વેપારીઓ ઉપર મોટી અસર જોવા મળી રહી છે મંદિર શોપીંગમાંમાં આવેલી પ્રસાદ પુજાપા સહીતની વિવિધ વેપાર ધંધા વાળી 75 થી 80 જેટલી દુકાનદારોએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરી દીધા છે.

Ambaji temple closed,

મંદિરમાં કોઇ જ યાત્રીકોને પ્રવેશ ન અપાતા આ દુકાનદારો ને પણ પોતાના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી છે. જોકે મંદિર બંધ રહેતાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા તો બંધ કર્યા છે. પણ ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. સાથે અંબાજી મંદિર સંપુર્ણ રીતે બંધ કરવાનાં બદલે મંદિર ટ્રસ્ટે યાત્રીકો નાં 72 કલાક પહેલા નાં આર.ટી.પી.સી.આર રીપોર્ટ તેમજ કોરોના ની રસી નાં બન્ને ડોઝ લીધેલાં હોય તેવા સર્ટીફિકેટ ચકાસીને યાત્રીકોને મંદિરમાં દર્શન કરવાં દેવા પરમિશન આપવી જોઇએ જેથી કરીને મંદિરની આવક માં ઘટાડો ન થાય અને વેપારીઓ નો રોજગાર પણ ચાલુ રહે

આજે પણ શ્રદ્ધાળુંઓ પગપાળા ચાલી માતાજી નો રથ લઇ અંબાજી પહોંચી રહ્યા છે. ને અંબાજી નાં માર્ગો બોલ માંડી અંબે જય જય અંબે નાં નાદ થી ગુંજી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી નું મુખ્ય મંદિર કોરોના ની મહામારી નાં કારણે બંધ કરી દેવાતા યાત્રીકો પણ મુજવણ માં મુકાયા છે. હાલ બાધા માનતા કરવાં જતા પદયાત્રીઓ અંબાજી પગપાળા પહોંચી રહ્યા છે અને તેવા પણ ખાસ કરી ને પુનમ ભરનારા સાથે પોષીપુનમે માતાજી નો જન્મદિવસ બનાવવાં અંબાજી પહોંચી રહેલાં યાત્રીકો પણ જણાવી રહ્યા છે. મંદિર બંધ કરવાનો નિર્ણય વહેલાં લેવો જોઇએ જેથી કરીને દુર દુર થી પગપાળાં નિકળનારા યાત્રીકો અંબાજી જવા માટે નો વહેસર નિર્ણય લઇ શકે.

Pragatyotsav of Maa Ambe

જોકે રવિવાર અને પુનમ ને લઇ શ્રદ્ધાળુંઓ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર દર્શનાર્થીઓ માટે ભલે બંધ હોય પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આવા સમય અંબાજી પહોંચતાં યાત્રીકો ને પ્રસાદ મળી રહે તેના માટે નાં કાઉન્ટર પણ શરૂ કરાયાં છે. જ્યારે થી યાત્રીકો પણ પ્રસાદ લેતાં નજરે પડ્યાં હતા.તો વેપાર ઓછો થતા વેપારીઓ દુકાન આગળજ ક્ર્રિકેટ રમી રહ્યા હતા તો ચોક મંદિરના પ્રતિક્રુતી વાલી રંગોળી ભરેલી નજરે પડી હતી.

આ પણ વાંચો…5 states election 2022: લોભ, લાલચ, લાચારીની લણણીની ઋતુ એટલે ચૂંટણી

Whatsapp Join Banner Guj