2be05bcb 3b1c 4be7 b953 365052d221a6

Preparations for Bhadarvi poonam mela:માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજી હાઇવે માર્ગ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી

Preparations for Bhadarvi poonam mela: ભાદરવીપુનમનો મહામેળો શરુ થનાર છે તેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ

  • મુખ્ય હાઇવે માર્ગ પર ના આજે અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 29 ઓગષ્ટઃ Preparations for Bhadarvi poonam mela: શક્તિપીઠ અંબાજીમાં આગામી 5 સપ્ટેમ્બરથી ભાદરવીપુનમનો મહામેળો શરુ થનાર છે તેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

આ વખતે મેળો બે વર્ષ બાદ ભરાનાર હોઈ મોટી સંખ્યામાં યાત્રિકો આવી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે મેળાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજી હાઇવે માર્ગ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ National Sports Day Celebration: વડોદરા ડિવિઝન દ્વારા “નેશનલ સ્પોર્ટ્સ ડે” પર પરંપરાગત રમતોનો રંગારંગ આયોજન

c53be69e 92a7 4deb 9931 123ef64eed44

અંબાજીમાં યાત્રિકો ને પૂરતી જગ્યા મળી રહે ને સુચારુ રૂપ થી દર્શને જઈ શકે ને પાર્કીંગ મળી રહે તે માટે મંદિ ને જોડતા મુખ્ય હાઇવે માર્ગ પર ના આજે અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેસીબી ટ્રેકટરો સહીત પોલીસનો બંદોબસ્ત પણ આ દબાણ કામગીરી માં જોડાયા હતા જોકે આજે શરુ કરાયેલી દબાણ કામગીરી મેળા સુધી રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે ને ખાસ કરીને આજે દૂર કરાયેલા દબાણો ફરી ન થાય તેની તકેદારી પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Cancel 4 trains passing Rajkot division: નાગપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ્દ

Gujarati banner 01