Progressive farming

Progressive farming: સૌરાષ્ટ્રના ખેડૂતની દક્ષિણ ગુજરાતમાં અનોખી ખેતી કરી સૌનુ ધ્યાન ખેચ્યું

Progressive farming: આ તેલ ઓષધિ તેમજ શેમ્પુ, પરફ્યુમ સહીત કોસ્મેટીક વસ્તુમાં વપરાતા માંગ વધુ… અન્ય ખેડૂતો પણ આ ખેતીની માહિતી માટે પોહચી રહ્યા છે….

અમદાવાદ, 22 મેઃ Progressive farming: વાત કરીએ સૌરાષ્ટ્ર ના ઍક પ્રગતિશીલ ખેડૂતની… જેણે ખેતીમાં બદલાવ લાવવા દક્ષિણ ગુજરાતના ઍક ગામમાં જમીન ગણોતે  લઈ 80 વીંઘામાં પામારોજા નામના ઘાસની ખેતી કરી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યા છૅ.. શું છૅ પામારોજા ની ખેતી અને કેવી રીતે આ ઘાસમાંથી મળે છૅ તેલ…. જુઓ અમારો વિશેષ અહેવાલ… સૌરાષ્ટ ના ખેડૂતની દક્ષિણ ગુજરાતમાં અનોખી ખેતી

આ દ્રશ્ય છૅ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના દીણોદ ગામની સીમમાં… આમતો આ વિસ્તારના ખેડૂતો શેરડી, શાકભાજી અને બગાયતમાં કેરીની ખેતી કરે છૅ પણ મૂળ સૌરાષ્ટ્ર ના જૂનાગઢના મહેન્દ્રભાઈ ખેડૂત પુત્ર છૅ. અને ખેતીમાં બદલાવ કેવી રીતે લાવી શકાયઃ, આધુનિક ખેતી કેવી રીતે કરી શકાયઃ તેમાંય ઓછા  ખર્ચ મા વધુ ફાયદો કેવી રીતે મળી શકે ઍ માટે  મહેન્દ્રભાઈ   ઉતરપ્રદેશ ના લખનોવ કૃષિ યુનિવર્સીટી ની મુલાકાત લીધી. પામારોજા ઘાસની ખેતી કેવી રીતે થાય કેવા પ્રકાર ની જમીનમાં થાય અને કઈ રીતે પ્રોસેસ કરી તેલ કાઢી શકાય.

આ માટે  લખનોવ  કૃષિ યુનિવર્સીટી મા ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના માંગરોલ તાલુકાના દિણોદ ગામે 80 વીંઘા જમીનમાં પામોરોજા ની ખેતી કરી અને ત્રણ મહિના ના ટૂંકા ગાળામાં આ ઘાસની તૈયાર થઇ જાય છૅ અને બોઇલરમા તેની પ્રોસેસ કરી તેલ બનાવવામાં આવે છૅ આ તેલ ઓષધિ છૅ અકસીર છૅ. હાથ પગના દુખાવા તેમજ કમર ના દુખાવવામાં આ તેલનો ઓષધિ તરીકે ઉપયોગ થાય છૅ ખાસ કરીને પોમારોજા ઘાસમાંથી નીકળતું સુગધિત દ્રવ્ય કોસ્મેટિક વસ્તુ, પરફ્યુમ, સેઈન, તેમજ અન્ય વસ્તુમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતી હોવાથી આ તેલની માંગ વધુ છે.

આ પણ વાંચોઃ AIFODSANC: CM ભુપેન્દ્ર પટેલે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇંગ સ્કુલ એસોશિયેશનના નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ખેડૂત છૅ જેણે પામારોજા ની ખેતી કરી છૅ. આ  પામારોજા  નું બિયારણ કચ્છ રાપરથી મંગાવામાં આવ્યું હતું. આ ખેતી સરળ છૅ. ઍક વાર ખર્ચ કર્યા બાદ સાત વર્ષ સુધી ખર્ચ આવતો નથી. ઘાસ એકવાર કાપ્યા બાદ પૂન: ઘાસ ઉગી જાય છૅ. અતિવૃસ્ટી હોય કે જંગલી ભૂંડ કે ઢોરો થી આ ઘાસને નુકશાન થતું નથી. પરંતુ આ ઘાસમાંથી નીકળતું કિંમતી તેલ 1 કિલો 2500 થી  2700 રૂપિયા ભાવ મળે છૅ.. કોઈ બજાર શોધવા જવુ પડતું નથી પણ લોકો આ તેલ ફાર્મ પર આવી લઇ જાય છૅ કેમકે આ તેલ કોસ્મેટિક, શેમ્પુ, સાબુ, આર્યુવેદીક દવામાં થતું હોવાથી ખુબ માંગ છૅ.. આ ઘાસની જળવાની કરવા માણસ રાખવા પડતા નથી ઓછા લેબર અને ઓછી મહેનતે, ઓછા ખર્ચે સારુ ઉત્પાદન મળે છે.


સૌથી મહત્વની બાબત ઍ છૅ કે આ ઘાસ પ્રોસેસ કર્યા બાદ જે વેસ્ટ બચે છૅ જેણે ઇધન તરીકે ઉપયોગમાં લઇ શકાયઃ છૅ. મહત્વની બાબત ઍ છૅ કે આ  પામારોજા ની ખેતીમાં ઓછા પાણી અને ઍક વાર ઘાસ તૈયાર થઇ જાય પછી સાત વર્ષ સુધી આ પાક આપમેળે ઉગે છૅ. એટલે માવજત કરવી પડતી નથી પણ આ ઘાસમાંથી નીકળતા તેલની માંગ દેશ અને વિદેશમાં હોવાથી ખેડૂત પોતાના ફાર્મ પરથી તેલ વેચી લાખો રૂપિયા કમાઈ રહ્યા છૅ. ખાસ કરીને ભારે વરસાદ કે માવઠા ની અસર પણ થતી નથી એટલે અન્ય પાક કરતા આ ઘાસની ખેતી સુરક્ષિત અને લાખોની આવક રડી આપતી ખેતી છૅ. સૌરાષ્ટના આ ખેડૂતેદક્ષિણ ગુજરાતના સુરતના ઍક ગામમાં આ ઘાસની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છૅ અન્ય ખેડૂતો પણ આ ખેતી જોવા આવી રહ્યા છૅ ત્યારે સમયની સાથે ખેતીમાં બદલાવ અને આધુનિક ખેતી કરવું જરૂરી બન્યું છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Reduction in petrol and diesel prices: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી

Gujarati banner 01