dakor talav

ડાકોર મંદિરના રાધાકુંડ(Radhakund)માં કાચબાઓના મૃત્યુની ઘટના યથાવત, વન વિભાગ થયુ એક્ટિવ

ડાકોર, 11 મેઃ Radhakund: કોરોનાની મહામારીના કારણે સંક્રમણને અટકાવવા માટે થઇને ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડાકોર રણછોડરાય મંદિરના રાધાકુંડ(Radhakund)માં કાચબાઓના મૃત્યુ થવાની ઘટના બની રહી છે. અત્યાર સુધીમાં આશરે ૮ થી ૧૦ કાચબોના મૃત્યુ થઈ ચૂક્યા છે. રાધાકુંડએ રણછોડજી મંદિરની ધરોહર સમાન છે. આ કુંડમાં પૌરાણિક માન્યતા પ્રમાણે રાધાજી તેમજ ગોપીઓ અહીં ન્હાવા ઉપયોગ થતો હતો.

Radhakund

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અહીં કાચબાના મૃત્યુ(Radhakund) થવાની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે સામાજિક કાર્યકરે ધ્યાન દોરતાં વનવિભાગ દ્વારા મૃત કાચાબાને પાણીમાંથી કાઢી તેનું પીએમ કરાવતા કાચબાઓનું મૃત્યુ ગંદુ પાણી હોવાથી તેમજ લોટ તથા મમરા ખવડાવવાથી થયેલો રીપોર્ટ આવ્યો હતો.ભાવિક ભક્તોની માંગ છે કે આ બાબતે સત્વરે પગલા લેવામાં આવે તો રણછોડ જી મંદિરની ગરિમાને ધક્કો લાગતા બચાવી શકાશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

Moscow: રુસની સ્કૂલમાં થયું ફાયરિંગ, 8 વિદ્યાર્થીઓ સહિત 13 વ્યક્તિના મોત- જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *