Gujarat high court Image

ગુજરાત હાઇકોર્ટ(gujarat highcourt)નો રાજ્ય સરકારને નિર્દેશ, કહ્યું- લગ્નમાં 50 લોકોની પણ જરુર નથી…! વાંચો વધુમાં શું કહ્યું…

  • કોરોના મામલે લીધેલી સુઓમોટોનો મામલો,
  • ગ્રામ્ય વિસ્તારમાં તમામ બંદોબસ્ત કરવા DGPનો આદેશ
  • હોસ્પિટલમાં આગની ઘટના બાદ કમિશનનું થાય છે ગઠન
  • સોગંદનામાં મુદ્દે હાઇકોર્ટે(gujarat highcourt) વ્યકત કર્યો અસંતોષ
  • સીલબંધ કવરમાં સોગંધનામું મળ્યું નથી : HC
    એન્કર :

અમદાવાદ, 11 મેઃ રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની સ્થિતિ મામલે સુનાવણી શરુ થાય તે પહેલા રાજ્ય સરકારે 56 પાનાનું સોગંદનામું રજુ કર્યું હતું . ત્યારબાદ હાઇકોર્ટ(gujarat highcourt) વકીલ એસો.ના વકીલ અમિત પંચાલે ભરૂચની હોસ્પિટલની આગનો મામલો હાઇકોર્ટ સમક્ષ ઉઠાવતા કહ્યું હતું કે હોસ્પિટલમાં આગની ઘટના બાદ તપાસ પંચ કે કમીશનની રચના કરવામાં આવે છે પરંતુ તે કમિશનની સૂચનાઓનું પાલન પણ ન થતું હોવાની રજૂઆત કરી હતી.

Whatsapp Join Banner Guj


દરમિયાન રાજ્ય સરકારે રજુ કરેલ સોગંદનામાં મુદ્દે હાઇકોર્ટે(gujarat highcourt) અસંતોષ વ્યકત કર્યો હતો અને કહ્યું હતું કે સીલબંધ કવરમાં સોગંધનામું મળ્યું નથી .એફિડેવિટ અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં તમામ બંદોબસ્ત કરવા DGPએ આદેશ કર્યો છે.ગામડાના કોવીડ કેર સેન્ટરમાં પોલીસ બંદોબસ્ત રહેશે.આ ઉપરાંત ગામડાઓમાં ભીડ ન થાય તેમજ પ્રસંગમાં વધુ લોકો ભેગા ન થાય તે સુનિશ્ચિત કરાશે.ગામડાઓમાં નિયમોનું પાલન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ADVT Dental Titanium

સુનાવણી દરમિયાન એડવોકેટ શાલીન મહેતાએ લગ્ન-અંતિમયાત્રામાં લોકોની સંખ્યા ઘટાડવાની રજૂઆત કરી હતી ત્યારબાદ હાઈકોર્ટે (gujarat highcourt)કહ્યું હતું કે લગ્નમાં 50 લોકોની પણ જરૂર નથી અને અત્યારે કેસ ઘટી રહ્યા છે પરંતુ હજુ લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે ત્યારે લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે.ત્યારબાદ હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે લગ્નમાં સંખ્યા ઘટાડવા સરકાર વિચારણા કરશે જરૂર જણાશે તો સરકાર પગલા લેશે ત્યાર બાદ વધુ સુનાવણી સોમવાર પર મુકરર રાખી હતી.

આ પણ વાંચો….

ડાકોર મંદિરના રાધાકુંડ(Radhakund)માં કાચબાઓના મૃત્યુની ઘટના યથાવત, વન વિભાગ થયુ એક્ટિવ