Rain pic 1

ગુજરાતના 125 તાલુકામાં ભારે વરસાદ(Rain),વાંચો ક્યાં પડ્યો કેટલો વરસાદ?

અમદાવાદ, 22 જૂનઃRainઃ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે. જ્યારે સુરતના માંગરોળમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ તેમજ ભાગવનગરના મહુવામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ ઉપરાંત મહિસાગરના લુણાવાડામાં બે ઇંચ વરસાદ (Rain) પડ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 6 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 24 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ (Heavy Rain) નોંધાયો છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પડી રહેલા વરસાદ(Rain)ને કારણે પંચાયત હસ્તકના 7 રસ્તા બંધ થઈ ગયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાના 7 રસ્તાઓ બંધ થયા છે. બનાસકાંઠામાં 1, પાટણમાં 5 અને ભાવનગરમાં 1 રસ્તો બંધ થયો છે. જો કે, પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા ગામને જોડતો લડબી નદી પરના પુલનો રોડ પ્રથમ વરસાદમાં કાગળની જેમ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો….Farmers protest: સરકાર માનવાની નથી, ઇલાજ કરવો પડશે: રાકેશ ટિકેતે ખેડૂતોને ટ્રેક્ટરો સાથે તૈયાર રહેવા કહ્યું..!