Rain in Ambaji

Rain in Ambaji: અંબાજી પંથકમાં ખેતી લાયક વરસાદ, અત્યાર સુધીમાં કુલ 11 ઇંચ વરસાદ

Rain in Ambaji: આ ખેતી લાયક વરસાદ ને લઈ ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો

અંબાજી, 24 જુલાઇઃ Rain in Ambaji: હાલ તબક્કે હવામાન વિભાગે જે રીતે વરસાદ ની આગાહી કરી છે તેને લઈ મહત્તમ રાજ્યભર માં વરસાદ વરસી રહ્યો છે ને બનાસકાંઠા જિલ્લાને પણ વરસાદ ધમરોળી રહ્યો છે જ્યાં નડાબેટ પંથક માં સૂકો ભટ રણ હોય છે જે રણ વરસા ના કારણે દરિયા માં પરિવર્તન થતો જોવા મળ્યો હતો અને જાણે સમુદ્ર ની લહેરો લેવાતી હોય તેવા દ્રશ્યો નડાબેટના રણ માં જોવા મળ્યા હતા જયારે શક્તિપીઠ અંબાજી પંથક માં પણ અતિભારે નહીં પણ હળવા થી ભારે વરસાદી ઝાપટા થઇ રહ્યા છે.

જોકે આ ખેતી લાયક વરસાદ ને લઈ ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે જયારે યાત્રાધામ અંબાજી નગર ની ભૌગોલિક પરિસ્થિતિ ઢાળ ઢોળાવ વાળી હોવાથી ઓછો વરસાદ હોવા છતાં પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તેમાં પણ માનસરોવર અને મંદિર તરફ ના વરસેલા વરસાદી પાણી બસ સ્ટેશન તરફના બજારોના માર્ગ ઉપર ભરાતા વાહન ચાલકો સહીત રાહદારીઓ હેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે.

67b941b1 e6a7 492f bfba abf9009462bb

જયારે સીતાબા સદન હાઇવે માર્ગ ઉપર પાણી ભરાતા વાહનચાલકો ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે જોકે વરસાદ થંભી જતા બે ત્રણ કલાક માં આ તમામ વિસ્તાર ના પાણી ઓસરી જતા હોય છે હાલ માં પડેલા વરસાદ ના પગલે કોટેશ્વર અને હડાદ પંથક માં પણ સારો વરસાદ થવા પામ્યો છે.

આ પણ વાંચોઃ AAP worker hanged on inflation: AAP ના કાર્યકરોએ આમ જનતાને ભીંસમાં લેતી મોંઘવારીને આપી ‘ફાંસી’

આ પણ વાંચોઃ About canceled and late arriving trains: થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર ને અસર, વાંચો રદ અને મોડી પહોંચનારી ટ્રેન વિશે

Gujarati banner 01