AAP worker hanged on inflation

AAP worker hanged on inflation: AAP ના કાર્યકરોએ આમ જનતાને ભીંસમાં લેતી મોંઘવારીને આપી ‘ફાંસી’

AAP worker hanged on inflation: હાલમાં જ સરકારે દૂધ, અનાજ, કઠોળ સહિતની ચીજવસ્તુઓ ઉપર પણ GST લાદી દેતા પ્રજા તમામ ક્ષેત્રે હવે મોંઘવારીના ફંડામાં કેદ થઈ

ભરુચ, 24 જુલાઇઃ AAP worker hanged on inflation: મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગરીમાં ગુજરાતની પ્રજા પીસાઈ રહી હોવાના નારા અને પ્લે કાર્ડ સાથે ભરૂચમાં AAP આમ આદમી પાર્ટીએ પાંચબત્તી ખાતે મોંઘવારીના 25 ફંડા બનાવી તેને ફાંસો આપતો નોખો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.  

ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધુ તેજ ગતિએ વિરોધ પ્રદર્શન અને દેખાવો કરી રહી છે.  

હાલમાં જ સરકારે દૂધ, અનાજ, કઠોળ સહિતની ચીજવસ્તુઓ ઉપર પણ GST લાદી દેતા પ્રજા તમામ ક્ષેત્રે હવે મોંઘવારીના ફંડામાં કેદ થઈ ગઈ હોવાની કેફિયત ભરૂચ આમ આદમી પાર્ટીએ રવિવારે વ્યક્ત કરતો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો.   

પાંચબત્તી ખાતે 25 ફાંસીના ફંડા બનાવી ભરૂચ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગેસ, વીજળી, અનાજ, કઠોળ, પેટ્રોલ-ડીઝલ સહિતના પ્લે કાર્ડ સાથે મોંઘવારીને ફાંસી આપતો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.  

આ પણ વાંચોઃ About canceled and late arriving trains: થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર ને અસર, વાંચો રદ અને મોડી પહોંચનારી ટ્રેન વિશે

ભરૂચ આપ ના આગેવાન આકાશ મોદીએ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે આજે અનોખો વિરોધ નોંધાવાયો છે.

  ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં અને નેતુત્વ વિહીન વિપક્ષ કોંગ્રેસના કારણે ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે ત્યારે આપ જ એક વિકલ્પ છે. ભાજપ સરકારના અન્યાય અને શોષણ સામે વિરોધ ઉઠાવતા આ સરકાર અંગ્રેજોને પણ શરમાવે તે રીતે દબાવી દઈ જોર જુલમ કરી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.  

ભરૂચ પ્રમુખ ઉર્વી વાલાણીએ આક્રોશ ઠાલવ્યો હતો કે, તમામ ચીજવસ્તુઓ મોંઘી થતા લોકોનું જીવવું શુ મરવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે રાજ્યમાં આ અસ્થિરતાઓને દૂર કરવા આપ ભાજપ અને કોંગ્રેસના પર્યાય રૂપે ઉતરી છે.  

પાંચબત્તી ખાતે ફાંસી ના ફંડા બનાવી આપના વિરોધ પ્રદર્શનને લઈ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.પોલીસે 7 આપ આગેવાનો ઊર્મિ પટેલ, આકાશ મોદી, તેજસ પટેલ, અભિલેશ ગોહિલ, પિયુષ પટેલ, ગોપાલ રાણાની અટકાયત કરી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Heavy rain in patan: પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે રોડ ઉપર પાણી ફરી વળ્યા

Gujarati banner 01