rainfall 2

Rain in Surat: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી…

Rain in Surat: મુશળધાર વરસાદને કારણે ઓછી વિઝિબ્લિટી થઈ જતા વાહન ચાલકો અને કાર ચાલકોને લાઈટ ચાલુ રાખવી પડી

અમદાવાદ, 18 જુલાઈઃ Rain in Surat: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. આ સાથે અમદાવાદ અને સુરતમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં એસજી હાઈવે સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટુ પડ્યું છે જ્યારે સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી હતી ત્યારે સુરતમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને ઠેર- ઠેર પાણી ભરાય ગયા હતા. વરસાદને પગલે વાહનચાલકોને હાલાકી પડી હતી તેમજ મુશળધાર વરસાદને કારણે ઓછી વિઝિબ્લિટી થઈ જતા વાહન ચાલકો અને કાર ચાલકોને લાઈટ ચાલુ રાખવી પડી હતી.

અમદાવાદમાં પણ વરસાદી ઝાંપટુ

સુરત ઉપરાંત આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા, સરખેજ, ગોતા, બોપલ, શેલા, શીલજ, પ્રહલાદનગર, SG હાઈવે સહિત અનેક વિસ્તારોમાં એકાએક વરસાદ તૂટી પડ્યો હતો.

મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 11 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધઆયો છે. આ સાથે જ આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આવતીકાલથી વરસાદનું જોર વધશે તેવી આગાહી છે. 

આ પણ વાંચો… Shatrunjaya Mountain: એકમાત્ર એવો પર્વત જેના પર બંધાયા છે 900 મંદિરો! જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો