hospital fire

Rajasthan Hospital Fire: અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, જાણો શું છે સ્થિતિ…

Rajasthan Hospital Fire: રાહતના સમાચાર એ છે કે, વહેલી સવારે લાગેલી આ આગમાં હૉસ્પિટલના દર્દીઓ પર કોઈ અસર થઈ ન હતી

અમદાવાદ, 30 જુલાઈઃ Rajasthan Hospital Fire: અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી ગઈ હતી. બેઝમેન્ટ-2માં રાખવામાં આવેલા સામાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, વહેલી સવારે લાગેલી આ આગમાં હૉસ્પિટલના દર્દીઓ પર કોઈ અસર થઈ ન હતી.

ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. હૉસ્પિટલના દર્દીઓને તાત્કાલિક બીજે શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ICU અને દિવ્યાંગ હોય તેમને માત્ર હોસ્પિટલમાં સેફ જગ્યાએ રાખવામા આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. બેઝમેન્ટ-2માં આગ લાગી હતી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, બેઝમેન્ટ-1 સુધી આગ ફેલાઈ હતી. આગનો કોલ મળતા જ ફાયર વિભાગ દોડતુ થયું હતું. બેઝમેન્ટ-2માં ફર્નિચરનો સામાન પડ્યો હતો, ફોર્મ પડ્યુ હતું, જેને કારણે આગ પ્રસરી ગઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે, પરંતુ ત્યા જવામાં મુશ્કેલી પડી રહી છે. કારણ કે ધુમાડો જ મોટી માત્રામાં ફેલાયેલો છે. પરંતુ બેઝમેન્ટ-1 સુધી ધુમાડો ફેલાઈ ગયો છે. ધુમાડો એટલો વિકરાળ હતો કે, ફાયર વિભાગના જવાનોને પણ માસ્ક પહેરીને કામગીરી કરવી પડી રહી છે. આગ લાગ્યાના ચાર કલાક બાદ પણ તેઓ બેઝમેન્ટમાં જઈ શક્તા નથી એવી સ્થિતિ છે.

આ પણ વાંચો… 43rd Inter-Frontier Wrestling Cluster-2023: બી.એસ.એફ.ની ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું ભવ્ય સમાપન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો