Rajiv shukla

Rajiv shukla statement: ગુજરાતની પ્રજા આ વખતે પરિસ્થિતિ બદલવા મતદાન કરેઃ રાજીવ શુક્લા

  • ગુજરાતની જનતાને અપીલ છે કે આ વખતે કોંગ્રેસ સરકાર બનાવે: રાજીવ શુક્લા
  • રખડતાં ઢોરોના પ્રશ્ન મુદ્દે રાજીવ શુક્લાએ ગુજરાત સરકારને નિષ્ફળ રહ્યાનો આરોપ લગાવ્યો

Rajiv shukla statement: વ્યક્તિ કપડા બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે: શુક્લા

ગાંધીનગર, 25 નવેમ્બર: Rajiv shukla statement: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતની પાર્ટીએ પ્રચંડ પ્રચાર માટે દિગ્ગજોને મદાને ઉતાર્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા આજે અમદાવાદના પ્રવાસે હતા. ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન કરવાની અપીલ કરતા તેમને કહ્યું હતુ કે, વ્યક્તિ કપડા બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે.

અમદાવાદ આવેલા રાજીવ શુક્લાએ જણાવ્યું કે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર પર એક રૂપિયાનું દેવું નથી. રખડતાં ઢોરનો ત્રાસ છતિસગઢમાં પણ છે, પરંતુ ત્યાં તેના નિરાકરણ માટે યોજના લાગુ કરી. ગુજરાતની જનતાને અપીલ છે કે આ વખતે કોંગ્રેસ સરકાર બનાવે. ગુજરાતની પ્રજા આ વખતે પરિસ્થિતિ બદલવા મતદાન કરે.

શુક્લાએ કહ્યું કોંગ્રેસના વચનો ગુજરાતનું ચિત્ર બદલી દેશે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. કોંગ્રેસનો રેકોર્ડ છે કે જે કહે છે કોંગ્રેસ તે કરે છે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. રોટલી એક જ તરફ રહે તો બળી જાય. વ્યક્તિ કપડાં બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે. રખડતાં ઢોરોના પ્રશ્ન મુદ્દે તેમણે ગુજરાત સરકારને નિષ્ફળ અને છત્તીસગઢની કોંગ્રેસની સરકારને સફળ ગણાવી હતી.

આ પણ વાંચો: Gujarat jio true 5G services: ગુજરાતના તમામ 33 જિલ્લામાં આજથી થઈ 5Gની શરૂઆત, જાણો કોણ મેળવી શકે છે લાભ…

Gujarati banner 01