RBI governor statement: RBI ગવર્નરે આપી નવી આશા, કહ્યું- મોંઘવારીથી જલદી રાહત મળશે, મંદીની આશંકા પણ ઘટશે- વાંચો વધુમાં શું કહ્યું?

RBI governor statement: આરબીઆઈ ગવર્નર શકિતકાંતા દાસે કહ્યું કે આ નાણાકીય વર્ષ 2022-23ના બીજા છ મહિનામાં ફુગાવામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે

નવી દિલ્હી, 09 જુલાઇઃ RBI governor statement: ભારત સહિત વિશ્વમાં મોંઘવારી વચ્ચે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. અનેક દેશોમાં મંદીની આશંકા સેવાઈ રહી છે પરંતુ ભારતની સેન્ટ્રલ બેંકના ગવર્નરે આશા વ્યકત કરી છે કે મોંઘવારી કાબૂમાં આવશે અને મંદીની આશંકા સમય જતા ઘટતી જશે.


આરબીઆઈ ગવર્નર શકિતકાંતા દાસે કહ્યું કે આ નાણાકીય વર્ષ 2022-23ના બીજા છ મહિનામાં ફુગાવામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. ફુગાવાના કારણે અર્થવ્યવસ્થામાં મોટી મંદીની શક્યતા ઘટી જશે. કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવમાં સંબોધન કરતા દાસે કહ્યું, “સપ્લાય મોરચે સ્થિતિ સારી દેખાઈ રહી છે.

ઘણા સૂચકાંકો આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન રિકવરીના સંકેતો દર્શાવે છે. અત્યારે અમારું માનવું છે કે આ નાણાકીય વર્ષના બીજા ભાગમાં ફુગાવો ધીમે ધીમે હળવો થઈ શકે છે તેથી ભારતના અર્થતંત્રને આંચકો લાગવાની શક્યતા ઘટી જશે.


ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા બે વર્ષથી કોરોના મહામારીથી પીડાઈ રહી છે. હવે તે રિકવરી બતાવી રહી હતી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. તેનું કારણ સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થો અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે.
આ પણ વાંચોઃ Kapil dev statement on virat: દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે વિરાટ કોહલી માટે આપ્યુ મોટુ નિવેદન, કહ્યું- કોહલીને ટી-20 ટીમમાંથી બહાર કરવો જોઈએ

મોંઘવારી વધતી અટકાવવા માટે આરબીઆઈએ વ્યાજ દરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. મેની શરૂઆતમાં રેપો રેટ વધાર્યો હતો. ત્યાર બાદ ભારતની મધ્યસ્થ બેંકે જૂનમાં રેપો રેટ વધાર્યો હતો. બે વધારા પછી રેપો રેટમાં 0.90 ટકાનો વધારો થયો છે. હવે તે 4.9 ટકા પર પહોંચી ગયો છે.


એવું માનવામાં આવે છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી વ્યાજ દર વધારવાની પ્રક્રિયા ચાલુ રાખશે. એમપીસીની આગામી બેઠક ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાવાની છે. તેમાં પણ રેપો રેટ વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે.

દાસે કહ્યું કે આ એવો સમય છે જ્યારે સમગ્ર વિશ્વ ઉંચો મોંઘવારીનો દર જોઈ રહ્યું છે અને પડતર વધતા માંગ ઘટી અને વૈશ્વિક વેપાર પણ ઘટી રહ્યો છે. ટૂંકા ગાળામાં સરકાર અને કેન્દ્રિય બેંકોના નિર્ણય મોંઘવારી પર સીધી અને જલદી અસર નહિ કરે પરંતુ મધ્યમ ગાળામાં મોનેટરી પોલિસીની અસર ફુગાવા પર પડશે.


આર્થિક વૃદ્ધિ રૂંધાશે કે નહિ તે અંગે મંતવ્ય આપતા કેન્દ્રિય બેંકની વર્તમાન નાણાકીય નીતિને યોગ્ય ગણાવતા દાસે કહ્યું હતું કે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોનિટરી પોલિસીસોત્ર સમયસર પ્રયત્નો જરૂરી છે. જરૂર પ્રમાણે કડકાઈ જરૂરી છે અને આ નીતિ જ અર્થતંત્રને વિકાસના માર્ગ પર રાખવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Kedarnath yatra halted: ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા રોકવામાં આવી

Gujarati banner 01