Election

Rajya Sabha Election-2023: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે દિશાનિર્દેશન જારી

Rajya Sabha Election-2023: ૨૪ જુલાઈના રોજ સવારના ૦૯-૦૦ થી સાંજના ૦૪-૦૦ કલાક સુધી મતદાન યોજવામાં આવશે

અમદાવાદ, 07 જુલાઈઃ Rajya Sabha Election-2023: ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભા માટે ત્રણ સભ્યોની ચૂંટણી તા.૨૪ જુલાઈના રોજ યોજાનાર છે. ઉમેદવારે અથવા તેમના કોઈપણ દરખાસ્ત કરનારે નામ-નિર્દેશનપત્રો નિર્વાચન અધિકારીને અથવા મદદનીશ નિર્વાચન અધિકારીને ગુજરાત વિધાનસભા સચિવાલય, ત્રીજો માળ, વિઠ્ઠલભાઈ પટેલ ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર ખાતે તા.૧૩ જુલાઈ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કોઈપણ દિવસે સવારે ૧૧-૦૦ થી બપોરના ૦૩-૦૦ કલાક દરમિયાન પહોંચાડવાના રહેશે.

આ માટે નામ-નિર્દેશનપત્રોના નમૂના નિર્વાચન અધિકારીની કચેરીમાં કચેરી સમય દરમિયાન મળી રહેશે. નામ-નિર્દેશનપત્રોની ચકાસણી તા.૧૪ જુલાઈના રોજ બપોરના ૦૧-૩૦ કલાકે નિર્વાચન અધિકારીની કચેરીમાં કરવામાં આવશે.

ઉમેદવારી પાછી ખેંચવાની સૂચના ઉમેદવાર અથવા તેમની દરખાસ્ત કરનાર અથવા ઉમેદવારે જેમને લેખિતમાં સત્તા આપી હોય એવા ચૂંટણી એજન્ટે નિર્વાચન અધિકારી અથવા મદદનીશ નિર્વાચન અધિકારીની કચેરીમાં તા ૧૭ જુલાઈના રોજ બપોરના ૦૩-૦૦ કલાક પહેલાં આપી શકાશે.

આગામી તા.૨૪ જુલાઈના રોજ સવારના ૦૯-૦૦ થી સાંજના ૦૪-૦૦ કલાક સુધી મતદાન યોજવામાં આવશે તેમ, નિર્વાચન અધિકારી, ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો… Netherlands team WC Qualifiers 2023: 12 વર્ષ બાદ પ્રથમ વખત ODI વર્લ્ડ કપ રમશે આ ટીમ, કર્યું ક્વોલિફાય…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો