CM

Rakhi 2022: રાજ્યના મુખ્યમંત્રીએ ઉજવ્યો રક્ષાબંધન નો તહેવાર, બહેનો થી બંધાવી રાખડી

Rakhi 2022: મુખ્યમંત્રીને સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર, ૧૧ ઓગસ્ટ: Rakhi 2022: દેશભરમાં રક્ષાબંધન નો તહેવાર ઉજવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.

CM 1

આજે રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથીજ મુખ્યમંત્રી નિવાસસ્થાને રાખડી બાંધવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે.

આ સૌ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સૌ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી. રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી.

આ પણ વાંચો: Shravan Punam: આજે શ્રાવણ પૂનમ, ગુરુવાર- પૂનમના સંયોગમાં શ્રીકૃષ્ણ અને શિવજીનો અભિષેક કરો

Gujarati banner 01