Shivji and Vishnu Lord

Shravan Punam: આજે શ્રાવણ પૂનમ, ગુરુવાર- પૂનમના સંયોગમાં શ્રીકૃષ્ણ અને શિવજીનો અભિષેક કરો

Shravan Punam: આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા ખાસ કરવામાં આવે છે. વિષ્ણુજીના અવતાર ભગવાન સત્યનારાયણની કથા વાંચો કે સાંભળો.

ધર્મ ડેસ્ક, 11 જુલાઇઃ Shravan Punam: આજે ગુરુવાર 11 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ પૂનમ છે. જે બીજા દિવસે સવારે પણ રહેશે. પરંતુ એકમ તિથિ લગભગ આખો દિવસ હોવાથી 12 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાનો વદ પક્ષ શરુ થઈ જશે. પૂનમ તિથિએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. પરંતુ વરસાદ હોવાના કારણે ગંગા, યમુના, નર્મદા કે અન્ય કોઈપણ પવિત્ર નદીનું જળ લઈને ઘરના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું. આવું કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળી જાય છે.

શિવ પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાનું વિધાન છે. આ પૂનમ શ્રાવણ મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ હોય છે. એટલે આ દિવસે ભગવાન શિવની ખાસ પૂજા કરવી જોઈએ. જેના માટે કોઈ તાંબાના લોટામાં પાણી, ગંગાજળ અને દૂધ મિક્સ કરીને શિવલિંગ ઉપર ચઢાવવું જોઈએ. તે પછી બીલીપત્ર, મદારના ફૂલ અને ધતૂરો ચઢાવવો. આ પૂજા કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી સાંજે શિવ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

શ્રીકૃષ્ણની પૂજા

દક્ષિણાવર્તી શંખથી ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલગોપાલનો અભિષેક કરો. તેના માટે શંખમાં ગંગાજળ, કેસર અને હળદર મિક્સ કરીને દૂધ ભરવું. પછી ભગવાનને ચઢાવવું. અભિષેક પછી તુલસીના પાન અને પીળા ફૂલ ચઢાવવાં. પીળી મીઠાઈનો ભોગ ધરાવવો. છેલ્લે આરતી કરો અને બની શકે તો કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને ભોજન કરાવો.

આ પણ વાંચો: Suspicious boat:દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી, તેમાં બે ઇસમો ૨. ૪૭ ગન તથા એક બોમ્બ મળી આવ્યા

Gujarati banner 01