Ambaji

Raksha bandhan 2022: આદિવાસી સહિત તમામ જ્ઞાતિ ની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદી ને રક્ષાપોટલી બાંધવામાં આવી, વાંચો…

Raksha bandhan 2022: વડાપ્રધાન નરેન્દ્રમોદી ને રક્ષાપોટલી બાંધવા PM વર્ચુલ રક્ષાબંધન મહોત્સવની ઉજવણી નેશન ફસ્ટ ફાઉન્ડેશન દ્વારા અંબાજી ખાતે કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૧૧ ઓગસ્ટ: Raksha bandhan 2022: આજે રક્ષાબંધન છે જ્યાં બહેન ભાઈ ને રાખડી બાંધવા માટે આજના પર્વ ની આતુરતા થી રાહ જોતી હોય છે ત્યારે ગુજરાત નહીં પણ ભારતભર માં બહેનો ના ઉથ્થાન માટે પ્રજાલક્ષી કર્યો કરી લાખો બહેનો ના દિલ માં જગ્યા બનાવી ભાઈ તરીકે ની છાપ ઉપસાવનાર ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને રાખડી બાંધવા થનગની રહેલી દાંતા અમીરગઢ વિસ્તાર ની આદિવાસી સહીત તમામ જ્ઞાતિ ની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદી ને રક્ષાપોટલી બાંધવા PM વર્ચુલ રક્ષાબંધન મહોત્સવની ઉજવણી નેશન ફસ્ટ ફાઉન્ડેશન દ્વારા અંબાજી ખાતે કરવામાં આવી હતી.

જ્યાં ભારત માતાનું સર્વ પ્રથમ પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિ ને કુમકુમ તિલક કરી માં અંબા ની રક્ષાપોટલી બાંધવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન હજારો ની સંખ્યા માં બહેનો ઉપસ્થિત રહી હતી જોકે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતી ત્યારે ગાંધીનગર ખાતે આવી બહેનો માટે અલાયદો રક્ષાબંધન નો કાર્યક્રમ યોજાતો હતો પણ હવે દેશના વડાપ્રધાન બનવા થી તે હવે શક્ય ન બનતા.

આ રીતે નરેન્દ્ર મોદી ની પ્રતિકૃતિ ને રક્ષાપોટલી બાંધી વર્ચુલી રક્ષાબંધન નો કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમ ને આયોજિત કરનાર નેશન ફાઉન્ડેશન દ્વારા તમામ બહેનો ને ભારત માતા ની તશ્વીર ભેટ અર્પણ કરાઈ હતી ને આઝાદી કે અમૃત મહોત્સવ કાર્યક્રમ ને લઈ હર ઘર તિરંગા માટે તમામ બહેનો ને નિઃશુલ્ક તિરંગા પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અંબાજી માં સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા વિદ્યાલયમાં અભ્યાસ કરતા બ્રહ્મપુત્રો ને આજે શ્રાવણસુદ પૂર્ણિમા ને લઈ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે વૈદિક મંત્રોચાર દ્વારા તિરંગા ગાન પણ કરી આઝાદી કે અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Train passenger news: જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

Gujarati banner 01