આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા(Rath pooja) કરવાની વિધિ થઇ, રાજ્યગૃહમંત્રી રહ્યાં હાજર

અમદાવાદ, 14 મેઃRath pooja: આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા કરવાની વિધિ કરાઈ હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન(Rath pooja) કરવામાં આવ્યુ હતું. આ વિધિ અત્યંત સાદગીથી અને ગણતરીના લોકોની હાજરીમાં કરાઈ હતી. ત્યાર બાદ જ વિધિગત રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજા(Rath pooja)માં હાજર રહે છે પરંતુ આ વર્ષે ભક્તોની ગેરહાજરી જોવા મળી હતી. ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. 

Whatsapp Join Banner Guj

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આજે શુક્રવારે સવારે 9 વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે અક્ષય તૃતીયાનો દિવસ છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા(Rath pooja) કરવામાં આવી છે. જેને ચંદન પૂજા કહેવામા આવે છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજામાં જોડાયા હતા.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા(Rath pooja) નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે. કોરોના મહામારીના હાલ બીજો વેવ છે. તેથી તેની અસર રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા પર પણ થાય તેવી શક્યતા છે. 24મી જૂનના રોજ જળયાત્રા યોજાનાર છે, તેથી તે સમયે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તેવુ હાલ મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે. 

આ પણ વાંચો…..

4 વખત કસુવાવડ(Miscarriage)નો ભોગ બનેલી મહિલાને આખરે મળ્યું માતા બનવાનું સુખ, કોરોનાકાળમાં તબીબો બન્યા જીવનરક્ષક