59d2dfd4 fdda 49f6 ae9d c3b1d0817ec3

4 વખત કસુવાવડ(Miscarriage)નો ભોગ બનેલી મહિલાને આખરે મળ્યું માતા બનવાનું સુખ, કોરોનાકાળમાં તબીબો બન્યા જીવનરક્ષક

અમદાવાદ, 14 મે: Miscarriage :કોરોનાકાળમાં તબીબો જીવનરક્ષક બનીને ઉભર્યાં છે. આવા કપરા સમયે તેઓ ભગવાનના રૂપમાં આવી જાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમા તબીબોને માતાના ગર્ભમાં રહેલા અને વિચિત્ર પ્રકારથી પીડાતા બાળકને બચાવી લીધો છે. આ સાથે જ ચાર વખત કસુવાવડ(Miscarriage)નો ભોગ બનેલી મહિલાને આખરે તબીબોને કારણે માતા બનવાનું સુખ મળ્યુ છે.

અમદાવાદના તબીબોએ માતાના ગર્ભમાં રહેલા બાળકને નવજીવન આપ્યુ છે. આ બાળક હાઇડોપ ફિટાલીસ રોગથી પીડાતો હતો. લાખો-કરોડો બાળકો પૈકી એક બાળકને આવા જૂજ પ્રકારની બીમારી હોય છે. ડો. કમલ પરીખના નેતૃત્વમાંની ટીમે ગર્ભવતી માતા અને તેના બાળકનો જીવ બચાવ્યો છે. 

Whatsapp Join Banner Guj

ડો. અંજના સાવલિયા, ડો. જનક દેસાઈ અને ડો. અમી શાહે પણ ગર્ભમાં રહેલા બાળકને બચાવવા અથાક મહેનત કરી હતી. જેથી બાળકનો જીવ બચી ગયો હતો. અને આમ, ચાર વખત કસુવાવડ(Miscarriage)નો ભોગ બનેલા નયના ગુર્જરને આખરે માતા બનવાનું સુખ મળ્યું છે. 

માતાનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ હતું અને ગર્ભમાં રહેલા બાળકનું બી-પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું. આ કારણે હાઇડોપ ફિટાલીસ રોગ થયો હતો, રોગના લીધે ગર્ભમાં રહેલા બાળકના શરીરનું રક્ત પાણી બની જતું હતું. આ કારણે આખરે બાળકનું મોત થવાનું હતું. પરંતુ  તબીબોએ ગર્ભમાં બાળકનું રક્ત બે વાર બદલ્યુ હતું. 34 અઠવાડિયા બાદ માતાનું સિઝેરિયન સર્જરી કરી બાળકનો જન્મ થયો હતો. 

ADVT Dental Titanium

ડો. કમલ પરીખે જન્મ લીધેલા બાળકનો જન્મના 1 કલાક પછી, 12 કલાક પછી અને 24 કલાક પછી પણ ત્રણ વખત રક્ત બદલ્યું હતું. ઇન્ટેન્સિવ ફોટો થેરાપી અને આઈ.વી. નામના ઈન્જેકશન આપી આખરે બાળકને માતાના ખોળામાં રમતો કરી દીધો છે. બાળક હવે સ્વસ્થ રીતે માતાનું ધાવણ કરે છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થયું છે. 

આ પણ વાંચો….

Corona Vaccination: હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ આપી મંજૂરી- વાંચો વધુ વિગત