Rathyatra 2021: કોરોના કાબુમાં આવતાં જ મંદિરના ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી!

અમદાવાદ, 03 મેઃRathyatra 2021: અમદાવાદ શહેરમાં આગામી 12 જુલાઈએ અષાઢી બીજે રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ અને મ્યુનિ. અધિકારીઓએ સોમવારે રથયાત્રાના રૂટ, ભયજનક મકાનો, તૂટેલા રસ્તાની સમીક્ષા કરી હતી. અમદાવાદમાં સામાન્ય રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra 2021)ના 2 મહિના પહેલાં જ શહેર પોલીસ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દે છે.

Whatsapp Join Banner Guj

પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે રથયાત્રા કાઢી શકાય તેમ ન હોવાથી પોલીસ પણ રથયાત્રાને લઈને નિશ્ચિંત હતી, પરંતુ એકાએક અમદાવાદ પોલીસે રથયાત્રા(Rathyatra 2021)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે પોલીસે મ્યુનિ. સાથે મળીને રથયાત્રાના આખા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. શહેર પોલીસ અને મ્યુનિ.ના અધિકારીઓએ રૂટ પરના તૂટેલા રસ્તા રિપેર કરવા, નડતરરૂપ દબાણ, ભયજનક મકાન-ઝાડની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પોલીસે ધાબા પોઇન્ટ, સીસીટીવી કેમેરા લગાવવા સહિતની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરાઈ છે.

ADVT Dental Titanium

આ સાથે અગાઉ રથયાત્રામાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારી, કર્મચારીઓની યાદી બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે એક બાજુ પોલીસ અત્યારસુધી કોરોનાની ગાઇડલાઇનની વાતો કરતી હતી એ જ પોલીસ હવે રથયાત્રા(Rathyatra 2021)ની તૈયારીમાં જોડાઈ હોવાનો સૂર શરૂ થયો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી રથયાત્રા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો….

એક્ટ્રસે 5G networkને લાગૂ કરવા વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી, જેની સુનાવણી ચાલી રહી હતી અને શરૂ થયું જૂહીનું આ ગીત- વાંચો શું છે મામલો