Republic day: દાહોદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી, CM રૂપાણીના હસ્તે થયું ધ્વજવંદન

Dx07xRZWkAIApP

ગાંધીનગર, 26 જાન્યુઆરીઃ દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દાહોદ ખાતે થઈ રહી છે. મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યા હતા. સીએમ રૂપાણીના હસ્તે ધ્વજવંદન થયું હતું. આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. સીએમ રૂપાણીએ પરેડની સલામી લીધી હતી. ગાંધીનગર જીલ્લા નો પ્રજાસતાક દિનની ઉજવણી ગાંધીનગર રામકથા મેદાન ખાતે યોજાશે. દાહોદની નવજીવન કોલેજના મેદાન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ, જોમાં સીએમ રૂપાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થયું હતું. આ ઉજવણીમાં 750થઈ વધુ પોલીસ કર્મીઓએ પરેડમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આવર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે પ્રજાસત્તાક પર્વમાં મર્યાદિત લોકોની હાજરીમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે.

જેમાં રાજ્યના મેહસુલ મત્રી માં હસ્તે થશે ધ્વજવંદન ,કૌશિક પટેલ સાથે ગાંધીનગર ના મેયર, કલેકટર, મનપા કમિશ્નર સહિત ગાંધીનગર રેન્જ આઈ જી અને ગાંધીનગર એપી સહિત ગાંધીનગર ના ધારાસભ્ય હાજર રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

 ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ પર પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ. અહી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે આ ભાજપ મુખ્યાલયે પહેલીવાર તેમણે ધ્વજવંદન કર્યુ હતુ. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે અમદાવાદના સંઘ કાર્યાલયે ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.૭રમા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમણે અહી ધ્વજવંદન બાદ ઉદ્દબોધન પણ કર્યુ હતુ. 

આ પણ વાંચો….

ગર્વની વાતઃ ગુજરાતના આ 19 જવાનો અને પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિના હાથે મળશે મેડલ, નામ થયા જાહેર