Robbery of IELTS papers: લૂંટારુઓ એક કુરિયર કંપનીની ઓફિસમાંથી IELTSના પેપર્સની ચોરી કરી- વાંચો શું છે મામલો?

Robbery of IELTS papers: એક બે નહીં પણ ત્રણ જેટલા IELTSના પેપર્સના બંડલ આ લૂંટારુો લૂંટીને ફરાર થઇ ગયા છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ

મહેસાણા, 11 ફેબ્રુઆરીઃ Robbery of IELTS papers: મહેસાણામાં લૂંટની એક વિચિત્ર ઘટના સામે આવી છે. લૂંટારુઓ એક કુરિયર કંપનીની ઓફિસમાંથી બીજુ કઇ નહીં પરંતુ IELTSના પેપર્સની લૂંટ કરી ગયા છે. એક બે નહીં પણ ત્રણ જેટલા IELTSના પેપર્સના બંડલ આ લૂંટારુો લૂંટીને ફરાર થઇ ગયા છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાત કઇક એમ છે કે મહેસાણામાં માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલમાં એક બ્લુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયરની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારમાં સવાર થઇને ચાર વ્યક્તિ આવ્યા હતા. આ ચાર અજાણ્યા વ્યક્તિઓએ કુરિયરમાં ઓફિસમાં બળજબરીથી ઘુસી જઇને તોડફોડ કરી હતી. સાથે જ કુરિયર કંપનીના કર્મચારીઓને ખૂબ જ માર માર્યો હતો. કુરિયર ઓફિસમાં હુમલા બાદ આ અજાણ્યા વ્યક્તિઓએ ઓફિસમાં લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ કુરિયર ઓફિસમાંથી IELTS પેપરના ત્રણ બંડલ લૂંટીને ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચોઃ Uttar Pradesh Election: PM મોદી અને CM યોગી સિવાય બીજેપી આજે બરેલીમાં શક્તિ પ્રદર્શન કરશે- વાંચો વિગત

સમગ્ર ઘટનાને લઇને કુરિયર ઓફિસના ઇન્ચાર્જ ભાવેશ પટેલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મળતા પોલીસ પણ અચંબામાં આવી ગઇ છે. પોલીસે કુરિયર ઓફિસની આસપાસના સીસીટીવીની ચકાસણી સાથે આરોપીઓને શોધવા અને આવી લૂંટનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.

Gujarati banner 01