Shaktipeeth parikrama mahotsav: અંબાજી ખાતે પાટોત્સવ નિમિતે 5 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ખુલ્લો મુકાયો

Shaktipeeth parikrama mahotsav: 51 શક્તિપીઠ ના 51 મંદિરો એ મોટી સંખ્યા માં ભક્તો દ્વારા લાલ ધજા પતાકાઓ પણ ચઢાવવામાં આવી

અંબાજી, 13 ફેબ્રુઆરી: Shaktipeeth parikrama mahotsav: અંબાજીના ગબ્બરગઢ ખાતે યોજાઈ રહેલા 9માં 51 શક્તિપીઠ પાટોત્સવ નિમિતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાહપુતે દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં અનેક શ્રદ્ધાળુઓ ગબ્બર ની પરિક્રમા માં જોડાયા હતા. જેમાં ખાસ કરી પાલખી યાત્રા જ્યોત યાત્રા ચમાર યાત્રા સહીત સંત યાત્રા પણ આ મહોત્સવ માં ગબ્બરગઢ ની પરિક્રમા માં જોડયા હતા.

સાથે આદિવાસી લોકનૃત્ય પણ રજુ કરાયા હતા ને 51 શક્તિપીઠ ના 51 મંદિરો એ મોટી સંખ્યા માં ભક્તો દ્વારા લાલ ધજા પતાકાઓ પણ ચઢાવવામાં આવી હતી. કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવ માં ભાગ લેનાર તમામ યાત્રિકો ને એસટી બસ દ્વારા નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.

બસ નો તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ રાજ્ય સરકાર અને કેટલીક સંસ્થાઓ એ ઉપડ્યા હોવાનું કેબિનેટ મંત્રી એ જણાવ્યું હતું આજના પ્રસંગે ભાજપાના ધારાસભ્યો સહીત અન્ય પાર્ટી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચો: Rice For Diabetes: આ ખાસ પ્રકારના ચોખા શરીરમાંથી બ્લડ સુગરને બહાર ફેંકે છે, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો