Shaktisinh Gohil: આવતીકાલે શક્તિસિંહ ગોહિલ નો ગાંધીઆશ્રમ ખાતે ભજન અને પદયાત્રાનો કાર્યક્રમ

Shaktisinh Gohil: આપણા ગુજરાત ઉપરથી મોટી આફત ટળી તેનો અત્યંત આનંદ છેઃ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ, 17 જૂનઃ Shaktisinh Gohil: આપણા ગુજરાત ઉપરથી મોટી આફત ટળી તેનો અત્યંત આનંદ છે. ઈશ્વરની કૃપાથી આપણા ગુજરાત પર જે અત્યંત વિકરાળ વાવાઝોડાની સંભાવના હતી તેમાંથી કુદરતે કોઈ જાનહાની વગર ગુજરાતને ઉગારેલ છે. સંભાવના વ્યક્ત થઈ હતી કે અત્યંત વિકરાળ વાવાઝોડું આવશે, પરંતુ ધીમે ધીમે તે સિવિયર સાયક્લોનમાં ફેરવાયું, તેની ઝડપ ઘટી, જેથી જાનહાની ટળી.

છેલ્લા ત્રણ દિવસથી અમો સૌથી વધુ પ્રભાવિત કચ્છ વિસ્તારમાં છીએ. અહી લોકોએ કોઈ પણ ભેદભાવ વગર માનવતાના ઉત્તમ પ્રશંસનીય કામ કર્યા છે તેને બિરદાવવા શબ્દો નથી તેમ નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે.

હવે જ્યારે મોટી આફત ટળી છે અને કોઈ જાનહાની થઈ નથી ત્યારે ગાંધી આશ્રમ ખાતે રવિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાનો ભજન અને પદયાત્રાનો કાર્યક્રમ શક્તિસિંહ ગોહિલ ધ્વારા યથાવત રખાયેલ છે.

નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના જે વિસ્તારોમાં વાવાઝોડાની ગંભીર અસર હોય અને જ્યાં કોંગ્રેસ કાર્યકરને લોકહિતમાં કામમાં રહેવું જરૂરી હોય તેઓ ત્યાં જ રોકાઈ રહે અને બાકીના વિસ્તારમાંથી કાર્યકર્તા, મિત્રો તથા શુભચિંતકો આવતીકાલ તારીખ ૧૮ જૂન ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં જોડાશે તો મને મારી નવી જવાબદારી વહન કરવામાં પ્રેરક બળ મળશે. સર્વેને પધારવા હાર્દિક નિમંત્રણ છે.

આ પણ વાંચો… Amit Shah visit Kutch: બિપરજોય વાવાઝોડા બાદ ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો