Sayaji Hospital

ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજી માં બધું જ સારૂ છે

Sayaji Hospital
  • સરકારને મન અમૂલ્ય છે:અદના આદમીનું જીવન: ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજીમાં બધું જ સારૂ છે
  • લગભગ ચારથી પાંચ દિવસ દર મિનિટે ૧૦ લિટર ઓકસીજન અને જરૂરી મોંઘી દવાઓ આપીને શંકરરાવ સુખદેવ ગોહિનને આપ્યું નવું જીવન

વડોદરા, ૧૧ ઓક્ટોબર: શંકરરાવ સુખદેવ ગોહીને શહેરના અન્ય લાખો સાધારણ સ્થિતિના અદના આદમી પૈકી એક છે.કહો કે શ્રમજીવી છે અને મહેનતનો રોટલો રળી ખાય છે. પણ આ જે કોરોના કે કોવિડ નો રોગ છે એની એક ખાસ લાક્ષણિકતા છે કે એ ગરીબ કે તવંગરનો ભેદ કરતો નથી.એટલે શંકરરાવને પણ કોરોનાની અસર વર્તાઈ અને લગભગ ૧૨ દિવસ પહેલાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવવું પડ્યું. સયાજી હોસ્પિટલ કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી. એ,શંકરરાવની એ દાખલ થયાં ત્યારની સ્થિતિને યાદ કરતાં જણાવ્યું કે ,એમને ખૂબ શ્વાસ ચઢતો હતો,ખાંસી અને પુષ્કળ તાવ આવતો હતો.ઓકસીજન લેવલ ઘટીને ૮૪ ટકા થઈ ગયું હતું.એકંદરે કોરોના એ જાણે કે શંકરરાવને બંધક બનાવી દીધાં હોય એવી સ્થિતિ હતી. એમને ઇમરજન્સી વિભાગમાંથી સીધા જ કોવિડ આઈસીયુમાં ખસેડીને ઓકસીજન પર મૂકવામાં આવ્યાં. એટલી નાજુક હાલત કે દર મિનિટે ૧૦ લિટર ઓકસીજન એમને આપવો પડતો ત્યારે એમની શ્વાસ શ્રુંખલા ચાલુ રહેતી.

સયાજી હોસ્પિટલમાં અનુભવી તબીબો અને નર્સિંગ સ્ટાફે જાણે કે શંકરરાવની જીંદગી બચાવવાનો બલ્કે કોઈપણ ભોગે હઠીલા કોરોના ને હરાવવાનો સંકલ્પ કર્યો હતો. શંકરરાવનું સિટી સ્કેન કરવામાં આવ્યું તો સ્કોર સારો એવો ઊંચોઆવ્યો.આર.ટી.પી.સી.આર માં વાયરલ લોડ વધુ જણાયો.નક્કી કોરોના એ એમના ફેફસાં પર અજગરના ભરડા જેવી ભીંસ ઊભી કરી હતી.જો કે કુશળ તબીબો અને સહ્રદયી નર્સિંગ સ્ટાફની એક ખાસિયત છે કે તેઓ છેલ્લી ઘડી સુધી પાછીપાની કરતાં નથી અને પોતાની દાક્તરી વિદ્યાનો દર્દીનું જીવન બચાવવા વિનિયોગ કરે છે.

શંકરરાવના કેસમાં પણ એવું જ થયું. પાંચ દિવસ સુધી રેમદેસિવિર ઇન્જેક્શનો અને મોંઘી એનટીબાયોટિક દવાઓ સતત આપી અને બળજબરી થી મકાન પર કબજો જમાવીને બેસી જતા ભાડૂત જેવા કોરોના ને શંકરરાવ ના ફેફસાં અને શરીર માં થી બહાર ખદેડવા પોતાની તમામ કુશળતાઓ અને જ્ઞાનનો ઉપયોગ કર્યો. આખરે તેમના પ્રયત્નો ફળ્યા અને ૭ માં દિવસથી તેમની હાલતમાં સુધારો થવા લાગ્યો.આજે તો તેઓ હરતા ફરતા થઈ ગયાં છે.ટુંક સમયમાં એમને રજા મળી જાય એવી શક્યતા નિકટ આવી રહી છે.શંકરરાવ ના જન્મ દાતા પિતાશ્રીનું નામ સુખદેવ છે.અહી સયાજી ના કોવિડ વિભાગમાં તેમને કોરોના ના પંજામાં થી બચાવીને તબીબો,નર્સો અને સરકાર જાણે કે એમના માટે સુખદાતા બની છે.

સારી સારવાર થી ગદગદ થઈ ગયેલા શંકરરાવ કહે છે કે સયાજીમાં સારવાર,સ્વચ્છતા,જમવાનું …બધું જ સારું છે. કોરોના એ એમની ચેતના હણી લીધી હતી.એક અંદાજ પ્રમાણે ખાનગી દવાખાનામાં,સરકારે નિર્ધારિત કરેલા દરો પ્રમાણે ગણીએ તો આ સારવાર એમને રૂ.૧૦ લાખથી વધુ ની પડત.અને દવાઓ નો ખર્ચ તો જુદો જ થાત. ડો.બેલીમ કહે છે કે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થાઓ સ્ટ્રીમ લાઇન કરવામાં આવી છે.ઓકસીજન પુરવઠા નો પ્રશ્ન ઉકેલાયો છે.એટલે જટિલ કેસોમાં ઉમદા સારવાર શક્ય બની છે.

પણ સયાજીમાં શંકરરાવ ને લગભગ વિનામૂલ્યે આટલી જટિલ અને મોંઘી સારવાર મળી છે.તેઓ તો એક દાખલો છે.બાકી અહી તમામ દર્દીઓને કોરોના મુક્ત કરવાની તમામ જરૂરી કાળજી,છેલ્લા ૬ મહિના થી લેવામાં આવી રહી છે.સયાજીમાં શંકરરાવ માત્ર સાજા નથી થયાં.સરકારી સારવાર એ એમના જીવનમાં કોરોના મુક્તિ ની નવી ચેતનાનો સંચાર કર્યો છે.એમને નવું જીવન આપનારા તબીબો,નર્સિંગ સ્ટાફ,સહાયકો , બધાં જ અને સહુ થી ઉપર પ્રત્યેક જીવનને અમૂલ્ય ગણનારી રાજ્ય સરકાર ધન્યવાદ ને પાત્ર છે.

*********

banner city280304799187766299
loading…