મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) ભરુચની મુલાકાતે, સીએમએ ધર્મપત્ની સાથે કરી માતા નર્મદાની પૂજા

Shivraj Singh Chauhan

ભરુચ, 01 એપ્રિલઃમધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “માં નર્મદા મૈયા’ નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના કરી હતી. આ સમયે તેમની સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત હતા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમપીના મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

ADVT Dental Titanium

શિવરાજસિંહનું (Shivraj Singh Chauhan) સ્વાગત જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ડૉ. એમ.ડી.મોઢિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી દ્વારા જી.એન.એફ.સી. હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યુ હતું. જી.એન.એફ.સી. હેલિપેડ, નર્મદા પાર્ક અને નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી.

Whatsapp Join Banner Guj

શિવરાજસિંહ (Shivraj Singh Chauhan) રાત્રી રોકાણ જી.એન.એફ.સી. ગેસ્ટહાઉસમાં કર્યુ હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી (MP CM) શિવરાજસિંહ ચૌહાણ આજે તારીખ 1 એપ્રિલ ના રોજ સવારે 7.15 થી 9.30 કલાક દરમિયાન જીએમબી રો રો ફેરી જેટી ખાતે નર્મદા સંગમ દર્શન-પૂજન વિધિમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે 10.45 થી 12.45 ભરૂચના મનન આશ્રમની મુલાકાત લેશે.

આ પણ વાંચો…

આ રાશિના જાતકના મનમાં જે દુવિધા છે, તેનો આવશે અંત, જુઓ વીડિયોને જાણો ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય